________________
૧૯૯
સૅમ ડ્રેટરનું દેવું ચૂકવવા ધારે છે બની જાય ! પણ દીકરા આપણું “વેલર’ નામ હું તને સોંપતો જાઉં છું. એ નામને બટ્ટો ન લગાડીશ. મને તારા ઉપર ઘણી ઘણી આશાઓ છે. પણ મારી એક વાત યાદ રાખજે–તું પચાસ વર્ષની ઉમરની પેલી તરફ પહોંચી જાય, અને તને પરણવાનું મન થઈ જાય, તો ગમે તેમ કરીને તારા ઓરડામાં પેસી જઈ ઝપ દઈને ઝેર ખાઈ નાખજે. દેરડે લટકવું એ તો હલકા લોકોનું કામ છે, એટલે ઝેર ખાઈને જ મરી જજે, અને મને ખાતરી છે કે એ કામ કર્યાને તને આખી જિંદગી જરાય પસ્તાવો નહીં થાય-ઊલટો તું રાજી થઈશ અને મને બરાબર યાદ કરીશ.” | બાપને લાયક આવી સોનેરી શિખામણ પુત્રને આપી દઈ, ડોસા વેલર આંખ લૂછતા લુછતા ચાલતા થયા.
ડોસાને કાચ સાથે વિદાય કર્યા બાદ સેમ જરા પગ છૂટા કરીને ટ્રેટર બાબત પોતાના દિલને જરા હળવું કરવા થડે બીજી બાજુએ લટાર મારતો ફરવા નીકળ્યો.
વચ્ચે આવતાં જૂનાં ઈટરી મકાન તરફ નજર નાખતા તે વિચારમાં ને વિચારમાં આગળ વધતો હતો, તેવામાં એક મકાનને લીલા રંગનો દરવાજો ઊઘડયો અને એક માણસ બહાર નીકળ્યો. બહાર, નીકળીને તે માણસે કાળજીથી એ દરવાજો બંધ કર્યો અને પછી સેમ હતો તે તરફ એ આવવા લાગ્યો.
વાહ, મારા બાપના બટ્ટા વગરના નામના સગંદપૂર્વક કહી શકાય કે, આ તો સાહેબ Tોતે જ છે ને! કેમ મહેરબાન ? ” સેમે પેલા સામે જોઈને જરા તીખાશથી પૂછ્યું.
પેલે માણસ એ અવાજ ક્યાંથી આવ્યો તે નક્કી કરવા ઉપરનીચે-આડેઅવળે એમ બધી દિશામાં જોવા લાગ્યો, માત્ર સામે સેમ હતો, તે દિશા સિવાય !”
એય મિસ્ટર !” સેમે બીજી વાર અને પછી ત્રીજી વાર તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવા કહ્યું. છેવટે પેલાને સેમ સામું જોવું જ