________________
પિકવિક કલબ પિતાની બૈરીને સળિયાથી ટીપનારા માટીડાના વકીલે જજ આગળ વાપરેલા શબ્દો વાપરું છું. તેણે કહ્યું હતું, “મી-ઑર્ડ, બૈરીને ખુશી થઈને ધબેડવી એ તો પુરુષ માણસની સક્ષમ્ય નબળાઈ ગણુય.” એટલે રાંડેલાઓ માટે હું એટલે અપવાદ રાખું છું અને મને ખાતરી છે કે બેટા તુંય રાંડીશ ત્યારે જરૂર રાખીશ.”
ના, ના, હું તો પહેલેથી જ સમજીને એવી મૂર્ખાઈ જ નહીં કરું !” સેમે જવાબ આપ્યો.
“હું ? તું મારા કરતાં વધુ સમજણ દેખાડીશ, એમ ? બહુ ડહાપણવાળા દેખ્યો ! પેલા મલબેરી-વર્દીવાળાને હાથે તારા જે હાલ-બેહાલ થયા એ જોયા-જાણ્યા પછી પણ તું મારી આગળ એમ કહેવાની હિંમત કરે છે, દીકરા?” એમ કહી ડોસા વેલરે જોરથી ટેબલ ઉપર મુકકો માર્યો.
હવે એ ગુજરી ગયેલી વાત યાદ કરવાને કશે લાભ નથી, “જે પતી ગયું તેની બળતરા શી?” જેમ બેટા માણસનું માથું કાપી નાખ્યા પછી તુર્કીવાળા કહે છે તેમાં પણ ગવંડર, હવે મારે વારે છે, અને એ ટ્રેટરિયો મને ફરીથી ટિચાય એટલે જેજે હું તેને કેવું પાણી બતાવી આપું છું તે !”
મને આશા છે, સેમી, કે તું જરૂર પાણી બતાવી આપશે; અને તારા બાપદાદાનું નામ ધોઈ કાઢવા, તેમના ઊજળા નામને જે બો લાગે છે તે ઘસી નાખશે. પણ હવે ઘડિયાળ કહે છે કે, મારે કાચ ઉપાડવાનો વખત થયો છે, એટલે જઈને જોઉં કે બધું બરાબર લદાયું છે કે નહિ; કારણ, સેમી, કાચને પણ છોડતાં પહેલાં બંદૂકની પેઠે પૂરેપૂરો લાદવો પડે છે.”
પણ પછી જતાં જતાં જરા ગળગળા થઈને ડેસાએ સેમને કહ્યું, “બેટા સૅમિલ, હવે હું તને પાછળ મૂકીને જાઉં છું તે ફરી તને
ક્યારે મળીશ તે કહેવાય નહીં. તારી ઓરમાન માં કંઈક એવું કરી બેસે, જે મારાથી સહન ન થાય, – અને એવી હજાર હજાર બાબતો વચગાળામાં