________________
૧૯૬
પિકવિક કલબ પણ બહાર નીકળ્યા પછી, કપડાં હાથમાં, એવી દશામાં અંધારામાં આગળ વધવું પણ અશક્ય હતું; કારણ કે, હવે તો આવી દશામાં મીણબત્તી વિના તેમને ફરતા કાઈ જુએ, તો કોઈનાં કપડાં ઉઠાવી લાવેલો ચેર ગણીને ગોળીબાર જ કરે, એટલે કેાઈ દાદર આગળના ખૂણામાં જ સવાર થાય ત્યાં સુધી ચૂપ ઊભા રહેવાનો તેમણે નિર્ણય કર્યો.
પણ તેમને આજે એટલીય નિરાંત મળવાની હોય એમ લાગતું નહોતું. કારણ કે ઓસરીને બીજે છેડેથી હાથમાં મીણબત્તી લઈને કોઈ માણસ આટલી મોડી રાતે આ તરફ આવતો દેખાયો ! મિ. પિકવિકના ભય-ત્રાસનો પાર ન રહ્યો.
પણ એ બધે ભય તરત તેટલા જ આનંદમાં પલટાઈ ગયો. કારણ કે, આવનાર માણસ બીજો કઈ નહિ, પણ તેમનો વફાદાર નોકર સેમ હતો. વીશીના બીજા નોકર ટપાલ–ગાડીની રાહ જોઈને બેઠા હતા તેમની સાથે ગપ્પાં મારી, સેમ હવે સૂવા માટે જતો હતે.
મિપિકવિક સેમને બૂમ પાડી, તથા પિતાને પોતાના કમરામાં લઈ જવા જણાવ્યું.
સેમને પિતાના માલિકને આમ અર્ધનગ્ન દશામાં પોતાના કમરા બહાર ભટકતા જોઈ બહુ નવાઈ લાગી. મિ. પિકવિકે તેને ટૂંકમાં કહ્યું કે, હું ઘડિયાળ લેવા ગયો ત્યાંથી ભૂલે પડી ગયો છું. પણ એમને પિતાના માલિકની કપડાં ઉતારેલી દશા જોઈ એમની વાત ઉપર ભસો ન બેઠે. અને તરત જ તેને મિસિસ બાર્ડેલે માંડેલો લગ્નકરાર-ભંગનો દાવો યાદ આવ્યો !