________________
નવું પરાક્રમ કમરામાં ઘૂસી ગયા તો નથી ને ? અને થોડી વારમાં તેમને ખાતરી થઈ ગઈ કે, પોતે જ ભૂલથી કોઈ બાનુ ઉતારૂના કમરામાં અને હવે તે પથારીમાં ઘૂસ્યા છે !
પરિસ્થિતિ એકદમ નાજુક અને કરૂણ બનતી ચાલી. મિત્ર પિકવિકે હવે હિંમતપૂર્વક પથારીમાં રહ્યાં રહ્યાં ખોંખારો ખાધો.
પેલી બાઈ ચોંકી અને બોલી, “ભલા ભગવાન, અહીં કાને ખોંખારો સંભળાયો ?”
તરત મિ. પિકવિક પથારીના પડદામાંથી બહાર નીકળી આવીને બેલી ઊઠયા, “બાનુ, મહેરબાની કરી ચૂપ રહેજો—હું સદ્ગહસ્થ છું અને ભૂલથી આ કમરાને મારો માની આવી ગયો છું –”
કેણુ સદ્ધહસ્થ મૂઓ છે?” એમ કહી એ બાનુએ ભયની મોટી ચીસ નાખી.
હમણું જ આખી વીશી આ કમરામાં દોડી આવશે એ બીકથી મિ. પિકવિક કરી જ ગયા. છતાં હિંમતપૂર્વક તેમણે કહ્યું, “બાનું, કેવળ ભૂલ થઈ છે, બીજે કશે હેતુ નથી; હું ઘણે જ દિલગીર છું, ઘણી ઘણી માફી માગું છું; આજે સાંજના જ આ હોટેલમાં આવ્યો છું, અને મારું ઘડિયાળ ભોજન-ખંડના ટેબલ ઉપર રહી ગયેલું, તે લેવા ગયો હતો તે પાછો આવતાં ભૂલે પડડ્યો છું.”
જે, તમારી આ આખી કહાણી સાચી હોય, અને બનાવટી ન હોય, તો પ્રથમ તો એકદમ આ એરડામાંથી બહાર નીકળી જાઓ, આમ રાતે કેાઈ બાનુના—”
“ભૂલ કબૂલ કરું છું, મેડમ, મહેરબાની, મેડમ; આ ચાલ્યો મેડમ” ઈ. બેલતા બેલતા મિ. પિકવિક વધારે લપ્પન-છપ્પન કર્યા વિના સીધા બહાર નીકળી ગયા.
પેલી બાનુએ તરત જ બારણું અંદરથી વાસી બેવડી કળ ચડાવી દીધી.