________________
નવું પરકમ
૧૯૩ પાછળ જ કમરામાં પહોંચાડી દેવામાં આવ્યા. બીજી મીણબત્તી સાથે બીજો વેઈટર મિ. પિકવિકને તેમના કમરામાં લઈ ગયો.
મિ. પિકવિક કમરે ખાસો મોટો હતો, અને તેમાં બીજી એક પથારી પણ હતી. જો કે, તે કમરામાં બીજા કોઈનો ઉતારો ન હતો.
વેઈટર જતાં મિ. પિકવિક હવે મિસિસ માર્થા બાર્ડેલનો દાવો અને ડોડસન- ફગ વગેરેને વિચાર ને ચિંતા કરતા બેઠા. પછી ઝોકે ચડવા લાગતાં મિ. પિકવિક પથારી તરફ જવા ઊઠયા. તે વખતે જ તેમને તેમનું ઘડિયાળ યાદ આવ્યું.
પોતાનું ઘડિયાળ, ચાવી આપીને નીચે જમવાના કમરામાં ટેબલ ઉપર જ પોતે ભૂલી આવ્યા છે, તેનો તેમને તરત ખ્યાલ આવી ગયે. એ ઘડિયાળ કેટલાંય વરસોથી પથારીમાં ઓશિકા નીચે ટીક-ઠીક કરીને મિ. પિકવિકને ઊંધાડતું આવ્યું હતું. એટલે આજે પોતાના એ પરિચિત અવાજ વિના પિતાને ઊંઘ નહિ આવે એમ માની, તેમણે તરત વેઈટરને બેલાવવા ઘંટ વગાડવાનો વિચાર કર્યો. પણ સૌ કોઈને આટલી મોડી રાતે એ રીતે ઉઠાડવાં એ ઠીક નહિ, એમ માની મિત્ર પિકનિક મીણબત્તી હાથમાં લઈ દાદર ઊતરી પોતે જ ભોજનના કમરા તરફ ચાલ્યા.
પણ આ શું ? આ મકાનમાં નર્યા દાદર અને નર્યા કમરા ખૂટતા કેમ નથી ? કેટલાય બંધ ઓરડાઓ આગળની ઓસરીઓમાં અટવાતા મિ. પિકવિક છેવટે ભોજનના કમરા આગળ આવ્યા અને ટેબલ ઉપર પોતાનું ઘડિયાળ જેમનું તેમ પડેલું જોઈ ઘણું રાજી થયા.
એ ઘડિયાળ ખીસામાં મૂકી, તે હવે પોતાના સૂવાના કમરા તરફ જવા પાછા વળ્યા. પણ એ એરડો કયા મજલા ઉપર કઈ તરફ આવ્યો તે ખબર રહી નહીં. અને તે એકસરખા લાગતા કેટલાય બંધ કમરાઓ ઊપર ટકારા મારતાં અંદરથી આવતી “કણ છે–?” વગેરે ગાળો સાંભળી ગાભરા થતા આડા-અવળા, ઉપર-નીચે પિ.-૧૩