________________
२००
પિકવિક કલબ પડયું. “જોબ ટ્રેટર, તું એટલે બધે દેખાવડો નથી, જેથી તારી રૂડી આંખોને આમ તેમ નકામી ફગાવી દઈ શકે. એટલે તારા ડુકકરના ડળાને તેમને મૂળ ઠેકાણે પાછા ગોઠવી દે, નહિ તો મારે જ તારી એ ભમતી આંખોને ઘુમ્મો મારીને ખામણની બહાર જ કાઢી નાખવી પડશે.”
પણ પેલે સેમ કરતાં વધુ ગઠિયે હતો. તેણે હવે હમણાં જ સેમને જોયો હોય તેમ, “ઓહ મારા વહાલા ભાઈ, તમને તો મેં કદી મળવાની આશા જ નહિ રાખેલી; પણ ભગવાનની કેવી અપાર કરુણા છે, તે મને તેમણે તમારી ભેગો કરી આપ્યો.” એમ કહી તેણે તરત આંખેને ધધૂડે છૂટો મૂકો.
“અલ્યા, પોર્ટેબલ ઇજિન, તું આમ ચકલીને નળ કેમ
?
તમને દેખીને મને બહુ લાગી આવ્યું છે, તેથી. તે દિવસે મારે મારા માલિકની બદમાશીને વશ થઈ તમને–
“ચૂપ રહે ચૂપ રહે; હું તે દિવસનો હિસાબ તારી સાથે ભારોભાર ચૂકતે કરવાનો છું.” * “ખરી વાત છે; અને ભગવાને એ હિસાબ ચૂકતે કરવાની તક તમને આપી, તેથી હું જેટલું રાજી થયો છું, તેટલું બીજું કોઈ નહિ થયું હોય. તમે અને તમારા ભલા શેઠ તે દિવસની મારા શેઠની બદમાશી બદલ મને ઊભો ને આડે રહેંસી નાખો અને ચામડી ઊતરડી તેના જોડા સિવરાવો તો સારું-જેથી હું તમારા પગની એટલી સેવા બજાવીને કંઈક શાંતિ અનુભવી શકું. ખરેખર, તે દિવસે તમારી સાથે વાત કરતો મારા શેઠ મને જોઈ ગયેલા, એટલે તેમણે ચેતી જઈ પેલી જુવાન છાત્રાને કશું જાણતી ન હોય એવો દેખાવ કરવાની અને અધ્યક્ષાને પણ એમ જ કહેવાની લાંચ આપી, અને પછી મને લઈ તરત પોબારા જ ગણી ગયા. મને મનમાં ઘણું દુઃખ થતું હતું કે, તમારા ભલા શેઠ તેમનું જાડું શરીર લઈને એ બગીચામાં ભીંત ફૂદીને