________________
૧૯૨
પિકવિક ક્લબ
લેવા માગું છું. પણ મિ- પિકવિક, તમે અહીં શા માટે આવ્યા છે, તે મને કહેશેા, વારુ? ”
મિ॰ પિકવિકે હસતાં હસતાં જવાબ આપ્યા, “હું તે એવા કાઈ મીઠા કારણે નથી આવ્યે; પરંતુ મેં જેના ઉપર અંધવિશ્વાસ મૂકયો હતેા તેણે આદરેલી દગાબાજી અને જૂને ખુલ્લાં કરવાના હેતુથી જ અહીંયાં આવ્યા છું.
..
¢¢
પણ એ વિશ્વાસ તમે કાઈ સ્ત્રી ઉપર જ મૂકયો હશે, ખરું ને ! તમે પણ ખરા લુચ્ચા છે, મિ॰ પિકવિક! પણ હું તમને તમારી એ અંગત વાત પૂછીને મૂંઝવણમાં મૂકવા નથી માગતા, હરગિજ નહિ; દરેકને પેાતાની અંગત વાતા હાય જ; જેમ દરેક જણની કાઈ ને કાઈ પ્રેયસી પણ હાય જ.
,,
<<
જુઓ સાહેબ, તમારી ભલી લાગણી બદલ આભારી છું, પણ મારે કાઈ??
""
‘નહીં, નહીં, એક શબ્દ વધુ ન ખેલશે!; હું તમારા અંતરની એ મીઠી મધુર મૂંઝવણુ તમારા માંએ એલાવવા માગતા જ નથી.' પણ સાહેબ—”
'
“ના, એક શબ્દ નહીં. અને હવે બાર વાગવા આવ્યા હશે, ખરું ? ”
“બાર વાગી ગયા, સાહેબ,” મિ॰ પિકવિકે પેાતાનું ઘડિયાળ બહાર કાઢી, ચાવી આપી, ટેબલ ઉપર મૂકતાં મૂકતાં કહ્યું.
66
તે તે! હવે મારે જલદી સૂઈ જવું જોઈએ; નહીં તે। મારું
માં કાલે સવારે ફીકું પડી જશે. અને ફીકા મેાંએ લગ્નને પ્રસ્તાવ લઈ ને કાઈ સુંદરી સમક્ષ રજૂ થવું, એ તેા હાથે કરીને પરાજય વહેારવા જેવું જ થાય ખરું ને, મિ॰ પિકવિક ? ’’
“ બિલકુલ સાચી વાત છે, સાહેબ.”
મિ॰ મૅગ્નસે ઝટપટ પેાતાનાં મંડલે પેાતાના ખાનગી કમરામાં લેવરાવ્યાં. અને એક મીણુબત્તી સાથે તેમને પેાતાને પણ તેમના સામાનની