________________
પિકવિક કલબ અટવાવા લાગ્યા. છેવટે જ્યારે તે હતાશ થવાની અણી ઉપર આવી ગયા, ત્યારે પોતાના ઓરડા જેવા એક ઓરડાનું બારણું ઉઘાડું જોઈ તેમણે અંદર ડોકિયું કર્યું. તે તે પોતાનો જ ઓરડો જાણે હતો. અંદર બે પથારીઓ, અંગીઠીમાં અગ્નિ ભડભડ બળે, કમરામાં મીણબત્તીને અભાવ! (કારણ કે પોતાના ઓરડાની મીણબત્તી તો પોતાના જ હાથમાં હતી ને !)-એ નિશાનીઓથી પોતે પોતાને ઠેકાણે આવી ગયાની તેમને ખાતરી થઈ ગઈ
મિ. પિકવિક પોતાના ઓરડામાં પેઠા કે તરત તેમના હાથની મીણબત્તી બહારના પવનથી ઓગળતી એગળતી નીચેની મૂડમાં જ ઊતરી ગઈ. પણ હવે શો વાંધો હતો ? પિતાના ઓરડામાં સૂવા માટે કપડાં જ ઉતારવાના બાકી હતાં ને ? અને એ તો અંગીઠીના પ્રકાશમાં પણ થઈ શકે. અને તરત તે પથારીના પડદા પાછળની ગોળ ખુરશીમાં બેસી કપડાં ઉતારવા લાગ્યા.
કાટ, વાસ્કટ, બૂટ, ગેઈટર્સ વગેરે ઉતારતાં ઉતારતાં તે અત્યાર સુધી દાદરમાં અને ઓસરીમાં કેવો અટવાયા હતા અને કેટલાં બારણાં થપથપાવી અંદરથી ગાળો સાંભળતા આવ્યા હતા, તેનો વિચાર કરી હસવા લાગ્યા.
પણ આ શું? એક બાઈ બારણું ઉઘાડી હાથમાં મીણબત્તી સાથે આ જ કમરામાં પેસી રહી હતી ! એ બાઈ ભૂલથી જ પોતાના કમરાના ઉઘાડા રહેલા બારણુમાં થઈને આવી હશે એમ માની, મિત્ર પિકવિક પિતાની પૂરતાં કપડાં વિનાની સ્થિતિમાં તેની આગળ છતા થવું અશિષ્ટ માનીને, તથા પેલી બાઈ પોતાની ભૂલ પકડાતાં પિતાની મેળે જ પાછી બહાર ચાલી જાય તેની રાહ જેવા સીધા પથારીમાં જ ઘૂસી ગયા.
પણ પેલી બાઈ તો પોતાની રૂમમાં જ આવી હોય તેમ મીણબત્તી ગોઠવી, નિરાંતે પોતાના વાળ સરખા કરવા લાગી. મિ. પિકવિકને હવે ભય લાગવા માંડ્યો કે પોતે જ ભૂલથી કોઈ બાઈ માણસના