________________
૨૪
સૅમ ટૅટરનું દેવું ચૂકવવા ધારે છે
મીજે દિવસે સવારે કાચ લંડન તરફ ઉપાડતા પહેલાં વેલર ડોસા ભોજન કરવા બેઠા હતા, ત્યાં સેમ આવી પહોંચ્યો. આવતાંની સાથે સેમે તેમની સામે પડેલા એઈલના ઊભા પાત્રને એ લગાવ્યું અને અર્ધ કરીને મૂક્યું. ડોસાએ માથું ધુણાવીને પોતાના સપૂતની જોરદાર પંપ-શક્તિ જોઈ અભિનંદન આપીને કહ્યું, “બેટા, સેમી, તને પેલે મલબેરી-વર્દીવાળા છેતરી ગયે, એ જાણું મને બહુ દુઃખ થાય છે. વેલર કુટુંબનાં માણસોનાં નામ સાથે કદી “બા” શબ્દ જોડાયો જાણ્યો નથી; અને તારે કારણે આપણું કુળને આ બદ્રો લાગે છે, તે તારે જોઈ કાઢવો જાઈએ-ઘસી કાઢવો જોઈએ.”
“વેલર કુટુંબના જેઓ રાંડ્યા પછી રડેલીઓને પરણ્યા હશે, તેમના નામને કદાચ બટ્ટો લાગ્યો હશે, એટલી બાદબાકી કરવી જોઈએ, ખરુંને, વડીલ ?” પોતાના પિતાની થાળીમાંથી મોટો કોળિયો ભરતાં સેમે જણાવ્યું.
“જે દીકરા સેમી, રાંડેલી બાઈઓને તો દરેક નિયમમાંથી બહાર જ રાખવાની હોય છે. કહે છે કે સાત ઐયરે ભાગીને એક રાંડેલી ઘડે છે. કદાચ પચ્ચીસ ઐયરે ભાગતા હોય તો પણ મને બરાબર યાદ નથી.”
સેમે હકારમાં ડોકું હલાવ્યું.
અને રડેલા માટીડાઓ પણ ફરી પરણે તો એ તેમની સક્ષમ્ય’ નબળાઈ ગણાય. જ્યારે જ્યારે ખૂબ મેજમાં આવી જાય ત્યારે
૧૯૭