________________
નવું પરાક્રમ
૧૮૯ માફ કરે,” મેગ્નસ પૈડા ઉપર ઊભો ઊભો જ બેલ્યો; “પણ આવી અનિશ્ચિત દશામાં મારાથી ઉપર આવી શકાશે નહિ. કાચવાળાના જવાબ ઉપરથી મને ચોક્કસ લાગે છે કે, મારી ચામડાની હેટ-બૅગ અંદર નથી જ આવી.”
કાચ-વાળાએ ઘણી ઘણી ખાતરી આપી કે, બધો સામાન આવી ગયો છે, પણ તેનું કશું ચાલ્યું નહિ. અને બધા સામાન નીચેથી એ હેટ-બૅગ કાઢીને મિ. મેગ્નસને બતાવી ત્યારે જ તેમને સંતોષ થયો. પણ પછી તેમને મનમાં શંકા જવા લાગી કે, લાલ બેંગ ઠેકાણે મુકાઈ નથી, પટ્ટાવાળી બૅગ તો ચરાઈ છે, અને બ્રાઉન-પેપરમાં વીંટેલું પાર્સલ ફેંકાફેંકમાં છૂટી ગયું છે.
છેવટે જ્યારે એ બધી વસ્તુઓ કાઢી-કાઢીને તેમને બતાવવામાં આવી અને તેમને દેખતાં ફરી ગોઠવવામાં આવી, ત્યારે જ તે અંદર બેઠા અને કાચ ઊપડશે.
ટાઉનહોલ સામેનું ખુલ્લું મેદાન પસાર કરી રહો, એટલે ઇપ્સવિચની જાણીતી “ગ્રેટ બહાઈટ હોર્સ” વીશી આવે છે. તે વીશીના એક પછી એક ખડકાયેલા મજલા, અને તે મજલાઓમાં વાંકીચૂંકી એાસરીએની આસપાસ ઊભા કરવામાં આવેલા અને ઢગલાબંધ નાના મોટા ઓરડા, તથા દાદરોનાં પગથિયાંની શ્રેણીઓથી, એ મકાન એક વ્યવસ્થિત બગીચો નહીં પણ ફાવે તેમ ઊગેલું જંગલ જ બની રહ્યું હતું, એવી ઉપમા આપી શકાય. અને તેનું કારણ એ હતું કે, જુદે જુદે વખતે તેમાં ફાવે તેમ ઉમેરાઓ કરવામાં આવ્યા હતા.
કાચ તે હોટેલની સામે આવીને ઊભો રહેતાં જ મિ. મૅગ્નસે મિ. પિકવિકને પૂછયું : “તમે ક ઊતરવાના હશે ?”
હા, સાહેબ.”
કે અસાધારણ સુમેળ! સાહેબ, આપણે બે જીવનમાં કોઈ વિચિત્ર રીતે સાથે જ જોડાવા સરજાયા છીએમિત્ર મૅગ્નસે જણાવ્યું.