________________
નવું પરાક્રમ બૈયરની ચીસાચીસ સાંભળી હોય, તો–પણ, સેમી આ તારા ગવંડર આવ્યા, આખા ને આખા–લાઈફ-સાઈઝમાં.”
બુટ્ટા વેલરે ગુડ મોર્નિંગ કર્યા. એટલામાં લાલ વાળવાળે, અને તણું નાકવાળો એક બીજો મુસાફર પણ બીજી કેબગાડીમાં ત્યાં આવી પહોંચ્યો. તેણે મિ. પિકવિકને જોઈને પૂછયું, “ઈસવીચ જાઓ છે, સાહેબ ?”
હા, છ,” મિ. પિકવિક જવાબ આપ્યો.
“કેવો અસાધારણ સુમેળ ! હું પણ ત્યાં જ જાઉં છું. કાચમાં તમે બહાર જ બેસવાના હશે ?”
ખરી વાત !” મિ. પિકવિક રાજી થઈને કહ્યું.
“હું પણ બહાર જ બેસવાને છું; આપણે સાથે જ જઈએ એમ સરજાયું છે, સાહેબ !”
તમારી સેબત મળશે, એ જાણું મને ખૂબ જ આનંદ થાય છે,” મિ. પિકવિકે કહ્યું.
મને પણ ખૂબ જ આનંદ થાય છે, કે સુમેળ !” તણા નાકે કહ્યું; “સોબત એ એકલવાયા કરતાં બહુ સારી વસ્તુ છે, - શ્રેષ્ઠ વસ્તુ છે, એમ જ કહોને !”
“આપોઆપ સમજાઈ જાય તેવી વસ્તુ છે; ખીસાકાતરને જ્યારે મુસાફરે પકડીને કહ્યું કે, “તું સંગ્રહસ્થ માણસ ન કહેવાય, ત્યારે તેણે જવાબમાં કહ્યું હતું તેમ,” સેમે વચ્ચે ટપકી પડતાં કહ્યું.
તમારે મિત્ર લાગે છે,” તણે નાકે ઘૂરકતાં તથા સેમને પગથી માથા સુધી નિહાળતાં કહ્યું.
“મિત્ર તો ન કહેવાય; આમ તો તે મારે નોકર છે; પણ હું તેને બહુ છૂટ લેવા દઉં છું; કારણ કે, બેલવા-ચાલવામાં તે તદ્દન મૌલિક માણસ છે,” મિત્ર પિકવિકે કહ્યું.
મને મૌલિક બાબતો ગમતી નથી; ચાલુ ચીલે ચાલતી વસ્તુઓ જ મને ગમે, સાહેબ, પણ તમારું નામ શું ?” પેલાએ મિપિકવિકને પૂછ્યું.
આ રહ્યું મારું કાર્ડ, સાહેબ.”