________________
૧૮૬
પિકવિક કલબ દા'ડા ઉપર એ લોકેએ શું કર્યું, ખબર છે, દીકરા ? તેઓએ તેમના “ભરવાડ”ને ચા પાવાનું ગોઠવ્યું અને તેને માટે તેઓએ આપણી " દુકાનને બારણે પરચો ચોટાડ્યો : “ટિકિટે, અર્ધા કાઉન-દરેકને, કમિટીના સેક્રેટરી મિસિસ વેલર પાસેથી મળશે.” અને ચૌદ – પંદર મહિલાઓ આપણા ઘરમાં ભેગી થતાંકને મંડી ઠરાવ ઉપર ઠરાવ પસાર કરવા. ખાન-પાનના પુરવઠા માટેસ્તો. તારી નવી-માએ મારી પાસે પરાણે ટિકટ લેવરાવડાવી, અને શુક્રવારે સવારે હું ફકકડ કપડાં પહેરીને ગયો. – તારી નવી-નાને જનમતી જોવા મળશે, એમ માનીને સ્તો. બધી બૈયર મને જોઈને ગુસપુસ કરવા લાગી, “મહાપાપિયો આવ્યો; આપણું ગુરુ સુધારી દેશે.' એવું એવું. પછી તે એક જણો આવ્યો ને એ બૈયર બેલવા લાગી, “ગુરુ આવ્યા – પાપિયાને ઉધારવા.” પછી તો એ “ભરવાડ” બધી બૈયરોને બચ્ચાઓ કરવા માંડી; બધીઓ કહે કે, “શાંતિનું ચુંબન.” પણ સેમી દીકરા, એ ભરવાડનું નાક બહુ લાલ હતુ; કેટલે દારૂ ઠાંસ્યો હોય, ત્યારે નાક એવું લાલ થાય ! તેની જોડે પાછો બીજો જાડિયો બટકે માણસ હતો. તારી માએ બધાને માટે ચા ઉકાળવા માંડી. પણ તે પહેલાં બધાએ જે ખાવા માંડયું છે ! અને પછી પીવા પણ માંડયું ! ચા તો હજુ ઊકળતી હતી ને પેલાઓએ બીજું જ લાલ – પાણી ઠાંસી લીધું. પછી ચા પીધી, ને પછી ગાવા માંડયું. પછી ભરવાડે ઉપદેશાટવા માંડયું. પણ સેની દીકરા, ભરવાડ થવું બહુ અઘરું છે હાં; તું કદી ના થઈશ! અને ખાસ કરીને બૈયરનો ભરવાડ તો હરગિજ ના થઈશ; કારણ કે, એવડે એ ગળા સુધી ખાઈને પીને ઠાંસાયો હતો, છતાં બિચારાને બરાડા પાડીને બેસવું પડતું 'તું. બેલતાં બોલતાં તેણે અચાનક બૂમે પાડી, પેલો મહા-પાપિયો ક્યાં છે?” બધી ઐયરે મારી સામું જોવા માંડી એટલે મને ચીડ ચડી. મેં પૂછયું, “તું શું મને કહે છે?” પેલાએ ફરી મને “મહા-પાપિયો' કહ્યો, એટલે મેં તેને ત્રણ-ચાર લગાવી દીધા તેને પિતાને સારુ થઈને, અને પછી ત્રણ-ચાર આપી દીધા તેની સાથેના બટકા માટે સારુ થઈને. સેમ દીકરા, તે એ