________________
પિકવિક કલબ “બસ, તે રાત્રે જ તેને જેલ ભેગો કરી દઈએ.” વકીલે ઉત્સાહમાં આવી જઈને કહ્યું.
ના, ના, કાલે નહિ; પણ પરમ દિવસે; કારણ કે તે દિવસે તેના જીવનના એક પ્રસંગની સાલગરાહ છે. તે દિવસે જ એ કામ પાર પડાય તો સારું.”
“ભલે, તમે તમારી બધી સૂચનાઓ તૈયાર કરી આપે.”
એ પ્રમાણે બધી તૈયારી સાથે એ લેકે કેડન જઈ પેલાના મકાનમાં પહોંચ્યા. તેની નોકરડીને હેલિગે હાથમાં લઈ લીધી હતી.
પેલે બુટ્ટો હેલિંગને જોતાં જ ચોંકી ઊઠયો. હેલિગે સ્વસ્થતાથી તેની સામે બેસીને કહ્યું, “આજથી છ વર્ષ પહેલાં તારી પુત્રીના મડદા પાસે બેસી મેં સોગંદ ખાધા હતા કે, હું તેના જીવને બદલે તારા જીવથી જ લઈશ. ત્યારથી માંડીને એક ક્ષણ પણ હું મારા એ સેગંદ ભૂલ્યો નથી– હું એ જ એક હેતુથી જીવતો રહ્યો છું; હવે હું મારા સેગંદ પૂરા થતાં, કાલે જ ઇંગ્લેંડ છોડી ચાલ્યો જાઉં છું. તે તારી પુત્રીને અને એના સંતાનને જે જીવનૃત્યમાં ધકેલી દીધાં હતાં, તેવા જીવામૃત્યુમાં જ તને હું મૂકતો જઈશ.”
આટલું બેલી પેલો ત્યાંથી દાદર ઊતરી નીચે આવ્યો. પણ તે બારણું ઉઘાડી બહાર નીકળે, તે પહેલાં જ પેલી નોકરડીએ બૂમ પાડી, “જુઓ તો ખરા આ ડોસી મરી ગયા છે કે શું ?”
અને હેલિંગ ઉપર આવ્યો, તો ખરેખર એ બુટ્ટાનું મડદું જ પડેલું હતું.
કેન્ટના એક દેવળ પાસેની કબરોમાં એક શાંત જગાએ માદીકરાનાં હાડકાં એક સુશોભિત કબર નીચે દટાયેલાં પડ્યાં છે. પરંતુ એ દીકરાના પિતાનું –એની માના પતિનું – શું થયું, તે એનો કુશળ વકીલ પણ છેવટ સુધી જાણી શક્યો નથી.