________________
૧૮૩
વિચિત્ર અસીલ તો તે માણસ ધૂળ ચાટતો થઈ જાય. અને મારે તેને પૂર્ણ વાતો ન કરે છે ! એ કામ પાર પાડી આપવા તમે તમારી બધી આવડત અને મહેનત મારા પક્ષમાં વાપરવા તૈયાર થાઓ, તો હું તમને તમારી ફીને મેં-માગ્યા પૈસા આપવા તૈયાર છું –અને તે પણ પહેલા જ –અબઘડી જ! બેલે, તમારી રકમનું નામ પાડે.”
પેલે વકીલ નવાઈ પામી તેના મેં સામું જોઈ રહ્યો. પછી, પેલે આવું કારમું કામ કરવામાં પોતાની મદદ લેવાની ના પાડે તેવી ઈચ્છાથી જ, ફની બહુ મોટી રકમ તેણે કહી. પણ પેલાએ તો તે રકમ તરત જ ચૂકવી દીધી અને કહ્યું, “જુઓ, તમારી ફી પહેલી ચૂકવી દઉં છું, હવે મારું કામ પણ તમે અબઘડી હાથમાં લે.”
પેલા વકીલે પણ તરત જ તેને ખાતરી આપી કે, “તમારા જેવો અસીલ મેં હજુ કાઈ જોયો નથી, કે જે દાવામાં જીતીને કશું લાભવાને બદલે બધું ખાવાને હિસાબે મારી પાસે આવ્યો હોય. ઠીક તમારે તમારા કામનો જ હિસાબ છે, ખર્ચને હિસાબ નથી; હું પણ આજની ઘડીથી બીજા કશાને હિસાબ રાખ્યા વિના એ કામની પાછળ પડું છું.”
કહેવાની જરૂર નથી કે, બે વરસને અંતે પેલા વકીલે પોતે કહ્યા મુજબ પેલાના દુશ્મનને દેવાળું કઢાવરાવ્યું. | હેલિંગ એ ચુકાદો આવ્યો ત્યારે રાતોની રાતે બેસીને એ કાગળો આનંદથી વાંચ્યા કરતો.
પણ અચાનક તેનો દુશ્મન કયાંક લાપતા થઈ ગયો અને ગમે તેટલા પ્રયત્ન કર્યા છતાં ક્યાંયથી તેને પત્તો ન લાગ્યો.
તરત જ હેલિગે પાણીની પેઠે પૈસા ખરચીને તેની શોધમાં માણસો દોડાવ્યા, અને પોતે પણ તેના સગડ દાબતો તેની પાછળ પડ્યો.
અર્ધ વર્ષ વીતી ગયું. ત્યાર બાદ અચાનક હેલિંગ પેલા વકીલને ત્યાં આવ્યો. તેણે તેને જણાવ્યું, “મેં તેને છેવટે શોધી કાઢી છે. તે કંડનમાં ભારે તંગી અને ગરીબાઈ વેઠત છુપાઈ બેઠે છે.”