________________
૧૮૧
વિચિત્ર અસીલ પુરાયેલા તેના છોકરાને મળી. એટલે એ પૈસામાંથી તેનું દેવું ભરપાઈ થઈ જતાં તે જેલમુક્ત થયો.
પણ મુક્ત થતાં તેણે બીજા કશાનો વિચાર કરવાને બદલે પોતાની પત્ની અને સંતાનનું વેર લેવાનું જ યાદ રાખ્યું; તેની પત્નીના બાપે જ તેને જેલમાં પુરાવ્યો હતો, કારણ કે, તેને આ લગ્ન પસંદ ન હતું – એટલા કારણે જ તેણે પગે પડીને કરગરતી પિતાની પુત્રીને અને તેના ફૂલ જેવા કુમળા સંતાનને છેવટની ઘડી સુધી નકાર ભણ્યો હતો અને તેમને કંગાલિયતમાં મરવા પણ દીધાં હતાં.
તે થોડો વખત પોતાની તબિયત સુધારવા એકદમ તે દરિયાકિનારાની કોઈ શાંત જગાએ ચાલ્યો ગયો. ત્યાં ઉનાળાના પ્રકાશમાં એક વખત તે શાંતિથી દરિયાકિનારે ટહેલતો હતો, તેવામાં દૂરથી આવતી મદદ માટેની કેઈની બૂમ તેણે સાંભળી. તે ચકીને એ તરફ ગયો તો તેણે જોયું કે, થોડે દૂર પાણીમાં કાઈ ડૂબતું હતું, અને કિનારા ઉપર ઊભેલો એક બુટ્ટો માણસ તે ડૂબતાને બચાવવા કોઈને દોડી આવવા બૂમો પાડતો હતો તથા માથું કૂટતો હતો.
આને આવતો જોઈને બુઢ્ઢાએ કહ્યું, “સાહેબ, મારે એકને એક પુત્ર નાહવા પડ્યો હતો તે હવે ડૂબે છે, તેને મહેરબાની કરીને બચાવો – જલદી; જુઓ હજુ તેનું માથું દેખાય છે, પછી તો તે અંદર પસી જશે, દોડો જલદી દોડો, જલદી !”
પેલો તરત જ તે પ્રમાણે કપડાં ઉતારી અંદર પડવાની તૈયારીમાં જ હતો, તેવામાં તેની નજર એ બુદ્દા ઉપર પડી, અને તે તરત
ભી ગયો અને જડસડ થઈને બાજુએ ઊભો રહ્યો. - પેલો ડોસો તેની વિચિત્ર વર્તણૂક જોઈ તેને આજીજી કરવા પાસે આવ્યો. પણ પાસેથી તેને જોતાં જ ચીસ પાડી ઊડ્યો, હેલિગ!”
પેલે માત્ર ચૂપ રહી, મીઠું હસી રહ્યો.
હલિંગ, હેલિંગ, મારે વહાલ પુત્ર ડૂબી રહ્યો છે; અત્યારે પાછલી વાતો યાદ ન કરશો, જલદી તેને બચાવો, જુઓ તે બિચારે