________________
વિચિત્ર અસીલ
- ૧૭૯ થવાથી તેમને નિરાંત જ થાય. પરંતુ જીવનનાં સુખ-સગવડની બાબતમાં ગરીબ બનેલાઓને, પોતાનાં સગાં અને સંતાનની અરસપરસ દૂફમાં. જ જીવનનો એકમાત્ર આનંદ લાગતો હોય છે. એટલે ગરીબેને પોતાનાં સંતાનોનું કે નિકટના સગાનું મૃત્યુ વધુ કારમું નીવડે છે. તેમાંય ઓ બાળક તે કલાક સુધી ગુપચુપ પોતાનાં માતપિતા સામું માં ઊંચું કરી બેસી રહેતું, અને તેની મોજૂદગી જ એ બંનેને એટલો બધો આધાર આપતી કે, આ પહેલી વારની એની ગેરહાજરી બંને જણ માટે ખૂબ જ અસહ્ય થઈ પડી. બંને જણ લગભગ શૂન્ય જેવાં જ બની ગયાં. - છોકરાના બાપના જેલ-સાથીઓ હવે જોઈ ગયા કે, મા હવે થોડા દિવસની મહેમાન છે. તેનું માં જીવતા માણસનું માં રહ્યું જ ન હતું. અને એક રાતે તે જેલમાં જ પતિ પાસે બેભાન થઈ ગઈ તે ફરી ભાનમાં જ ન આવી. મરતાં પહેલાં તે પતિને એટલું જ કહેતી ગઈ–
જર્જ, તમને છોડીને જતાં બહુ આકરું લાગે છે, પણ ઈશ્વરે મારા વિના જ તમારે એકલે હાથે બધું દુઃખ વેઠવાનું નિરધાર્યું લાગે છે. આપણા બાળકને ઈશ્વરે વહેલો બેલાવી લીધો તે બહુ સારું થયું. નહિ તે તમે જેલમાં, અને તે ફૂલ જેવું બાળક બહારના જગતમાં નિરાધાર અવસ્થામાં શી રીતે જીવી શકત? ”
ના, ના, મેરી, તું ન જઈ શ; મારે ખાતર ન જઈશ. હજુ તું ધારે તો થોડુંક વધુ જીવી શકશે; મારાથી એકલા નહિ જીવી શકાય.”
ના, ના, જર્જ, હવે એ બને તેવું નથી. મહેરબાની કરીને તેઓ મને મારા છોકરા પાસે જ દાટે એવી વિનંતી કરજે. પણ વચન આપો કે, કઈ દિવસેય તમે જીવતા આ જેલમાંથી નીકળે, અને તમારી પાસે પૈસા થાય, તો અમને આ ભયંકર જગામાંથી ઉપાડી, ગામડા-ગામમાં દૂર કાઈ શાંત જગાએ દેવળ પાસે દટાવજો.”