________________
વિચિત્ર અસીલ
૧૭૭
મિ. પિકવિક હવે મિ. પરની ઓફિસે જવા ગ્રેઝ-ઈન તરફ ઊપડ્યા. ત્યાં પહોંચતાં આઠ વાગી ગયા. તે વખતે ઓફિસો બંધ થઈ ગઈ હતી. મકાનની નોકરડીને મિત્ર પર્કરના ઘરનું ઠેકાણું પૂછતાં તેણે જણાવ્યું કે, તે બહારગામ ગયેલા છે. પછી મિત્ર પર્કરના ગુમાસ્તા મિ. લેટનનું ઠેકાણું પૂછતાં, તે જે હોટેલમાં મિત્રો સાથે અત્યારે મળી શકે તેમ હતું, તે ઠેકાણું તે બાઈએ બતાવી દીધું એટલે તેઓ ત્યાં પહોંચ્યા.
મિ. લેટને જણાવ્યું કે, મિ. પર્કર તો અઠવાડિયા સુધી પાછા નહિ આવે. પણ તમારે બચાવ રજૂ કર હોય, તો તમારી પાસે કાગળ મને આપી જાઓ, એટલે મિપર્કર પાછા આવે ત્યાં સુધીમાં કરવા જેવું બધું હું તૈયાર કરતો થઈશ.
૨૨
વિચિત્ર અસીલ પણ ગુમાસ્તા લોટનનો સ્વભાવેય મિપર્કર જેવો મળતાવડો હતો, એટલે તેણે મિપિકવિકને પોતાના મિત્રો સાથે રંગ-પાણી કરવા આવવા આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું, તથા ઉપરથી લાલચ આપી કે, એક જણ અત્યારે પોતાની જાત-માહિતીની એક વાત કહેવાનો છે. મિ. પિકવિકને તો એ કારણે જ બસ હતું. એટલે તરત તે અંદર જઈને બેઠા. એ માણસે કહેલી વાત મિ. પિકવિક પિતાની ડાયરીમાં સેંધેલી છે. તેનો સાર એ હતો કે –
વીસ વર્ષ અગાઉ ગરીબ દેવાદારોને રહેવા માટેની માર્શસિયા જેલમાં રોજ સવારે એક મા અને દીકરો દરવાજે આવી ઊભાં રહેતાં. ચિંતા અને ઉજાગરામાં ગાળેલી રાતને અંતે પેલી મા કદાચ પિ.-૧૨