________________
: ૧૭૫
ડેડસન અને ફોગ “પણ એ રીત કદાચ જોખમભરેલી કહેવાય, એમ હું માનું છું,” મિ. પિકવિક જરા હસતાં બોલ્યા.
અને ખાસ ખાતરીભરેલી પણ ન કહેવાય; જુઓને ડોસા, તમે મને એ રીતે કેળવ્યો હતો તે પણ બે દિવસ પહેલાં જ એક જણ મને છેતરી ગયો.” એમ કહી સેમે પોતાના બાપને જોબ ડ્રેટરવાળો કિસ્સો કહી બતાવ્યો.
“હું ? એનો શેઠ સૂકા અને ઊંચે તો નથી ? તથા એ નોકરજાદ મલબેરી રંગની વદી તો નથી પહેરતો ?” ડોસાએ અર્ધા ઊભા થઈ જતાં પૂછયું.
હા, હા, એ જ જોડકું છે; પણ તમે તેમને ક્યાં જોયા ?” સેમ અને પિકવિક બંને ભારે ઇતજોરીપૂર્વક પૂછવા લાગ્યા.
તો તો એ બને છેડકાઓ ક્યાં છે, એ હું બરાબર જાણું છું. બંને જણ ઈસવીચ મુકામે સીધાસટ પહોંચી ગયા છે. અને હું કેમ કરીને જાણી ગયો એમ પૂછો, તો કહેવાની વાત એમ કે, મારા એક ભાઈબંધની બદલીમાં મારે ગાડી હાંકવા જવાનું હતું, ત્યારે એ બંને મારી ગાડીમાં જ બેસીને સીધા ઈપ્સવીચ પહોંચ્યા છે.”
તે તો તેમનો તરત જ પીછો પકડવા માગું છું,” મિ. પિકવિક ઉતાવળે બોલી ઊઠયા.
પણ મારા વડીલ, તમને ખાતરી છે કે, તેઓ એ જ લોકો હતા ?” -
હા, હા; કોઈ પણ શેઠ પોતાના નેકર સાથે એમ ભાઈબંધી કરીને ન બેલે. મારું ધ્યાન તેથી જ તે બે જણ ઉપર પહોંચ્યું. ઉપરાંત બંને જણ વાત કરતા હતા કે, બુટ્ટા ટેટાને આપણે કે બનાવ્યો. એમ કહી કહીને ખૂબ હસતા હતા.”
તો સાહેબ, તમને જ તેઓ એમ કહેતા હતા, એ હવે મને સમજાય છે.” સેમે મિ. પિકવિકને સંબોધીને કહ્યું.