________________
૧૭૬
પિકવિક કલબ બસ “બુદ્દો ટેટ” એટલું જ વિશેષણ મિપિકવિકને માટે પૂરતું હતું. તે તરત જ ઈસવીચ જવા ઉતાવળા થઈ ગયા. પણ બુઠ્ઠા વેલરે કહ્યું, “ઈસવીચ જ જવું હોય, તો પરમ દિવસે પાછો હું જ ઈસવીચ ગાડી હાંકી જવાનો છું. તમે મારી ગાડીમાં જ આવજો.”
બરાબર છે ત્યાં સુધીમાં હું મારા મિત્રોને પણ કાગળ લખી બરીથી નીકળીને ઈસવીચ આવી પહોંચવા જણાવીશ. પણ તમે ચાલ્યા કેમ, મિ. વેલર? તમે કંઈ મારા તરફથી પીશો બીશ નહિ?”
એકાદ પ્યાલ બ્રાન્ડી, તમારું આરોગ્ય ઈચ્છવા, અને સેમીને તમારી નોકરીમાં સફળતા ઇચ્છવા, બસ.”
હાલે આવતાં બુટ્ટા વેલરે તેને એટલી ઝડપથી પેટ ભેગું કરી દીધો કે, સેમ બેલ્યા વિના ન રહ્યો, “ખામોશ, કપ્તાન, ખામોશ; આમ મોટે ઘૂંટડે પીવા માંડશો, તો તમને પાછું તમારું સંધિત-વાનું દરદ ફરી ઊપડશે.”
પણ સેમી, હવે મને સંધિવાયને ભરી બંદૂક ખાતરીબંધ ઇલાજ જડી ગયો છે તો ! ”
હું ? સંધિવાને ખાતરીબંધ ઇલાજ ?” મિ. પિકવિકે ઝટ નેટ-બૂક કાઢતાંકને ટપકાવી લેવાની તૈયારી સાથે પૂછયું. કારણ કે, તે પોતે એ દરદથી વારંવાર રિબાતા હતા.
“જુઓ સાહેબ સંધિવાયનો રોગ અતિશય એરા-આરામથી પેદા થાય છે. એટલે તમને સંધિવાય ઊપડે કે તરત તમારે રાંડેલી બૈરી શોધી કાઢવી અને તેને પરણી નાખવી. શરત એ કે, તેનો અવાજ સારી પેઠે બૂમબરાડિયો હોવો જોઈએ અને તે અવાજને તમારી ઉપર વાપરવાની તેને અકબંધ આવડત હોવી જોઈએ. બસ, પછીથી તમને કદી સંધિવાય થાય જ નહિ ને! કારણ કે, પરણેલા માટીમાંથી જરેજર સુખ અને નિરાંત કાઢી નાખવાનું રાંડેલી પરણેતર જેવું કોઈને જરાય આવડે નહિ; અને જિંદગીમાંથી સુખ અને નિરાંત પત્યાં, એટલે સંધિવાય પણ તેની પાછળ કૂતરું પડયું હોય તેમ નાસી જાય.”