________________
પિકવિક ક્લબ તરફડિયાં મારે છે અને મદદની બૂમ પાડે છે, દયા, દયા, બચાવો, બચાવે !”
પેલો માત્ર ચૂપ રહી હસવા લાગ્યો.
પેલા ડોસાએ હવે કહ્યું, “મારા ઉપર વેર લેજે, મારે જે કાંઈ કરવું હોય તે કરજો; મને બદલામાં આ દરિયામાં જ ડુબાડી દેજે, પણ ઘરે બચાવો.”
પણ પેલાએ હવે ડોસાનું કાંડું જોરથી પકડીને કહ્યું, “બુઠ્ઠા, મારા બાળકને પણ તે જાણી જોઈને ભૂખે-ટાઢ-તાવે મરવા દીધો છે; તે વખતે તારી પોતાની આમ જ કરગરતી દીકરીને તેં ઠેબે મારી છે. હવે તું તારા ભગવાનને યાદ કર અને તારી સગી નજરે તારા દીકરાને એમ જ તડફડતો અને મરતો જો !”
અને તે જ ઘડીએ થોડા ઘણા તરફડાટ પછી પેલે છોકરે દરિયાના પાણીમાં ડૂબી ગયો.
, એ વાતને ત્રણ વર્ષ વીતી ગયાં. એક દિવસ લંડનના એક જાણીતા વકીલને બારણે એક સગૃહસ્થ ઘોડાગાડીમાંથી ઊતર્યો. અંદર જઈ તેણે વકીલને પિતાના કાગળો બતાવ્યા અને કહ્યું, “આ કામ માટે હું તમને રોકવા ઈચ્છું છું; બોલો તમે તૈયાર છો ?”
વકીલે કાગળો જોઈને કહ્યું, “આ બહુ લાંબું ચાલે તેવું કામ છે.”
“હા, અને લાંબે વખતે લાંબા ખર્ચે અને લાંબી મુશ્કેલીએ જ આ કાગળ પણ મેં હાથ ક્ય છે. એ કાગળ ઉપર જે માણસનું નામ છે, તેણે કેટલાંક વર્ષથી પૈસા ઉછીના લીધા કર્યા છે. એ પૈસા ધીરનારાઓએ મૌખિક શરત કરેલી છે કે, અવારનવાર એ ચિઠ્ઠીઓની મુદત વધારી આપવી; પરંતુ એ જાતનું રાજ નથી. મેં એ બધી ચિઠ્ઠીઓ ત્રણ ગણી કે ચાર ગણી કિંમત આપીને ખરીદી લીધી છે. દરમ્યાન એ માણસને તેના બીજા ધંધાઓમાં ખોટ ગઈ છે. એટલે આ ચિટ્ટીઓનાં નાણાંની તાબડતોબ માગણી કરવામાં આવે