________________
૧૭૮
પિકવિક ક્લબ એકાદ કલાક વહેલી આવી ગઈ હોય, અને જેલના દરવાજા ઊઘડવાની વાર હોય, તો તે પાછી પુલ પાસે જઈ એકરાને બે હાથે ઊંચે કરી, નદીનું દશ્ય બતાવી રાજ કરતી. પણ પાછા અંતરના દુઃખથી ઊભરાઈ આવેલાં આંસુધી તેની આંખો ધૂંધળી થઈ જાય, તે તે ઝટપટ છોકરાને નીચે ઉતારી પોતાની શાલમાં પોતાનું મુખ અને આંખો દબાવી દેતી. એ છોકરાનાં જીવન અંગેનાં સંસ્મરણો બહુ ઓછાં હતાં. આખો વખત પોતાની રડતી માના ઢીંચણ ઉપર બેસી, છોકરો તેને રડતી અને ડૂસકાં ભરતી જ નિહાળ્યા કરતો. છેવટે થાકે ત્યારે તેના ઘૂંટણ ઉપરથી ઊતરી ઘરના કોઈ ખૂણામાં સરકી જઈ જાતે પણ ડૂસકાં ભરતો ઊંઘી જતો.
છોકરાનો બાપ મજબૂત બાંધાનો હતો; તથા કઈ પણ મજૂરીનું કઠણ કામ કરી શકે તેમ હતો. પણ તેને દેવાદારની જેલની ભીંતો વચ્ચે જ જીવન પૂરું કરવાનું થતાં, તેનું હાડ ભાંગી જવા બેઠું હતું. તેની પત્ની. પણ શારીરિક તેમ જ માનસિક બીમારીથી ધીમે ધીમે ક્ષીણ થતી જતી હતી, અને બાળક તો જીવનના ઉષઃકાળથી માંડીને અને પોષણના સૂર્યપ્રકાશને અભાવે માંદલે જ હતો.
એવામાં શિયાળો આવ્યો; ટાઢ સાથે સખત વરસાદ પડ્યો. પેલી બાઈથી હવે તેને મકાનેથી જેલ સુધી ચાલીને આવવું મુશ્કેલ બની ગયું હતું. તેમ જ તે મકાનનું ભાડું પણ ભરવું અશક્ય બની ગયું હતું. એટલે જેલની પાસે જ કોઈ ગંદી ગાજી જગાએ આવીને તે રહેવા લાગી. જોકે, તેને તે પતિની કંઈક વધુ નજીકમાં રહેવાનું મળ્યું એટલાથી આનંદ જ થયો હતો.
બે મહિના સુધી મા અને દીકરો જેલના દરવાજાને સવારમાં નિયમિત ઊઘડતો નિહાળતાં. એક દિવસ તે ન આવી. પછીની સવારે તે આવી, પણ એકલી જ. તેનું બાળક મરી ગયું હતું.
તવંગર કે સુખી લોકો તો એવી જ કલ્પના કરે કે, ગરીબ લકાના કોઈ સગાનું કે સંતાનનું મરણ થાય, ત્યારે ખર્ચમાં બચાવ