________________
૧૭૪
પિકવિક કલબ હતી. પણ કેણ જાણે તેણે પોતાની એ રાંડેલી જાત શું કરવા બદલી નાખી, અને પરણેતર બનાવી દીધી, એ હું તને નથી સમજાવી શકત; કારણ કે પરણેતર તરીકે તે બહુ સફળ પત્ની નથી.”
એમ ?”
એમ જ છે; સેમી એમ જ છે. અને મેં એક વખત વધારે પડતું પરણું નાખ્યું, એનો મને ખૂબ પસ્તાવો થાય છે. અને દીકરા, તારા સગા બાપ ઉપરથી શિક્ષણનો પાઠ લેવો હોય, તો કોઈ દહાડે રાંડેલીઓની સરસો ન જતે; ખાસ કરીને તે પાછી હોટેલ ચલાવતી હોય તો તો ખાસ.” પિતા તરીકેની આ એક અમૂલ્ય શીખ દીકરાને ભાળવી દઈ, વેલર ડોસો પોતાની ચુંગી ફરીથી ભરીને, તથા સળગાવીને ઉપરાઉપરી ગોટા કાઢવા લાગ્યો.
પછી થોડે વિચાર કરી લઈને તે ઊભો થયો અને મિત્ર પિકવિક પાસે જઈને બોલ્યો, “ જુઓ અંગત વાતમાં માથું માર્યું ન કહેતા, પણ તમે સાહેબ કઈ રાંડેલીને ઘરમાં નથી ઘાલી ને?”.
ના, ના, “મિ. પિકવિક હસતા હસતા બોલ્યા. તે દરમ્યાન સેમે બાપને સમજાવી દીધું કે, તે તો પિતાના નવા શેઠ છે.
તરત જ ડોસાએ માથા ઉપરથી ટોપ ઉતારી નમ્રતાથી હોંસભેર મિ. પિકવિકને સલામ ભરી અને પૂછ્યું, “સેમી બરાબર કામ તો કરે છે ને, સાહેબ ?”
હા, હા, બરાબર કરે છે, તેના ઉપર હું બહુ ખુશ છું.” મિ. પિકવિકે ભલમનસાઈથી જવાબ આપ્યો.
એ સાંભળીને હું બહુ રાજી થયો. મેં, સાહેબ, તેની કેળવણી પાછળ બહુ મહેનત લીધી છે. તે નાનો હતો ત્યારથી હું તેને શેરીમાં છૂટો મૂકતો અને પોતાનું પોતાની જાતે જ ફેડી લેવા દેતો. છોકરાને હોંશિયાર કરવો હોય, તે એ એક જ મોટી ગાડાવાટ છે, સાહેબ, ઘેડાવાટ જ કહોને !”