________________
૧૭ર
પિકવિક કલબ તમે સાંભળ્યું, મિવિસ?ડેડસને પૂછયું. “તમે આ શબ્દ ભૂલશે નહીં, મિ. જેકસન,” ફેંગે કહ્યું.
“પણ તમે હજુ અમને બીજું કંઈ વિશેષણ લગાડવા ઇચ્છતા હશે; જેમકે “ઠગ', “લુચ્ચા', “હરામખોર', હું ?”
હા, હા, તમે ના, ના, ફરામર અને બીજું પણ જે કંઈ એ જાતનું હોય, તે બધું જ છો.” મિ. પિકવિકે કહ્યું.
જુઓ મિ. વિક્સ, જુઓ મિજેકસન, તમને બરાબર ન સંભળાતું હોય તો જરા આગળ આવે.” ડોડસન બોલી ઊઠ્યો.
અને તમે સાહેબ અમને ચેર' પણ કહેવા ઈચ્છતા હશે, તથા અમારામાંના કોઈકને તમારા મારવા પણ ઈચ્છતા હશે; તમારી ઈચ્છા હોય તો મહેરબાની કરીને પૂરી કરશે; અમે જરાય આડે નહીં આવીએ, સાહેબ,” ફગે કહ્યું.
અને એટલું બેલી ફગે મિ. પિકવિકને લેભાવવા પિતાની જાતને તેમના મુક્કી વાળેલા હાથ તરફ એટલી બધી નજીક લાવી દીધી, કે, જો સેમે આવીને તરત મિ. પિકવિકને પકડી લીધા ન હોત, તો તેમણે જરૂર ફેગને એક મુક્કી લગાવી જ દીધી હોત.
જુઓ સાહેબ, કોઈને મુક્કી મારવાની તમારા હાથને ખરેખર ચળ જ ઊપડી હોય, તો બહાર આવી મને લગાવજો; પણ આ જગાએ એ રમત રમવી વધુ ખર્ચાળ થઈ પડશે, સાહેબ, આ લોકોની ફી બહુ આકરી હોય છે.” સેમે મિ. પિકવિકને બારણું બહાર ખેંચતાં કહ્યું.
બહાર નીકળી, મિ. પિકવિકે મિ. પર્કર વકીલને ત્યાં જવા તરત જ ઘડાગાડી લઈ આવવા તેમને ફરમાવ્યું.
સેમે જવાબમાં તરત જ કહ્યું, “ગઈ કાલ રાતના જ તમારે ત્યાં પહોંચી જવાનું હતું, સાહેબ, તેને બદલે વચ્ચે અહીં નાહક ભૂલા પડી ગયા. પણ સાહેબ, જતા પહેલાં જરા સાંસતા થવા થોડુંક પીણું પી લઈએ, તો કેમ ?”