________________
૧૭૦
પિકવિક કલબ મિ. ડેડસન આવ્યા એટલે મિ. ફેગે ડેડસનને કહ્યું, “આ મિ. પિકવિક છે.”
ઓહ, બોડેલ વિ. પિકવિના દાવાના આરોપી, ખરું ? તમે શું કરવા માગો છો, સાહેબ ?”
હું તો સદ્ગહ, તમારે કાગળ, મળતાં મને જે નવાઈ થઈ તે વ્યક્ત કરવા જ અહીં આવ્યો છું. તથા મારે એ જાણવું છે કે, મારી સામે આ ફરિયાદ ઊભી કરવામાં તમારી પાસે શાં કારણે છે.”
ફરિયાદનાં કારણે ?” ફેંગ બેલવા ગયે. મિ. કૅગ, મને જ બેલવા દે,” ડેડસને કહ્યું,
ભલે, ભલે, તમે જ કહે; વચ્ચે બેલવા માટે ક્ષમા.” મિ ફોગે કહ્યું.
ફરિયાદનાં કારણો બાબત તે સાહેબ, તમે તમારા અંતરાત્માને પૂછી શકે છે. અમે તે અમારા અસીલના સ્ટેટમેન્ટને આધારે જ ચાલીએ છીએ. તે સાચું હોય કે ખોટું, માનવા લાયક હોય કે ન માનવા લાયક, એ જણાવવાનું કામ અમારું નથી; પણ એટલું અમે કહી શકીએ કે, અમારે કેસ બહુ મજબૂત છે. તમે કદાચ કમનસીબીને કારણે આમાં સપડાયા હશો કે ખરેખર તમારી દાનત જ ખરાબ હશે; પરંતુ જ્યુરીના માણસ તરીકે મને આ કેસમાં બેસાડ્યો હોય, અને તમારી વર્તણૂક બાબત મને પૂછવામાં આવે, તે હું એક જ જવાબ આપું સાહેબ,” એમ કહી, મિ. ડેડસને ભારે ધર્માત્મા માણસની પેઠે માં ઊચું કર્યું. મિ. કૅગે તરત જ “જરૂર, ચેસ, નિઃશંક,” એમ કહીને ટાપશી પૂરી.
મિ. પિકવિકના મોં ઉપર દુઃખની કાળાશ છવાઈ ગઈ તે બોલ્યા, “આ બાબતમાં હું માત્ર કમનસીબને કારણે જ સંડેવાયો છું, એમ તમને જણાવવા જ હું આવ્યો છું. મારે એટલું જ જાણવું