________________
ડોડસન અને ફ્ગ
૧૬૯
આવે. આ માણુસ મેાટા કુટુંબવાળા તથા અઠવાડિયે પચીસ શિલિંગ કમાતા માણસ છે, એટલે આપણા પૈસા ડૂબવાના નથી. અને આવા મેટા કુટુંબવાળે! માણસ દેવું ન કરવાનેા પાઠ બરાબર શીખે એવું કરવામાં આપણે એક પુણ્યનું કામ જ કરી રહ્યા છીએ !’ આપણા મિ॰ ફૅગ ખરા ધંધાદારી માણસ છે, હું!”
<<
બહાર બેઠેલા સમે મિ॰ પિકવિકના કાન પાસે મેાં લઈને કહ્યું, બહુ હોશિયાર માણસા છે, ‘પુણ્યના કામ' વિષેના તેમના ખ્યાલે ઉમદા છે, એમ કહેવું જોઈએ.”
મિ॰ પિકવિકે સંમતિસૂચક ડેાકું હલાવ્યું.
થાડી વાર બાદ એક ગુમાસ્તાએ આવીને મિ॰ પિકવિકને પૂછ્યું, “ મિ ફ્ગ જો હવે નવરા થયા હોય, તે મારે તમારું શું નામ જણાવવાનું છે?'' પિકવિક :
""
અંદર રહેલા ગુમાસ્તાએએ એ નામ સાંભળી ગુસપુસ આરંભી દઈ હસતાં હસતાં કહ્યું : બાર્ડેલ વિ॰ પિકવિકવાળા દાવાને આરેાપી ! મિસિસ બાર્ડેલને પરણવા નીકળ્યા છે તે! બરાબર લાગમાં આવ્યા છે, ઇ.
"C
સમે મિ॰ પિકવિકને કહ્યું, “તમારી ઠેકડી ઉડાવી રહ્યા હેાય એમ લાગે છે, સાહેબ,’’
પણ ઘેાડીવાર બાદ ગુમાસ્તાએ આવીને મિ॰ પિકવિકને એકલાને ઉપર આવવા જણાવ્યું.
મિ ફ્રેંગે મિ॰ પિકવિકને જોઈને ગુમાસ્તાને પૂછ્યું, “ મિ ડડસન અંદર છે ? ”
હમણાં જ આવ્યા છે, સાહેબ,” ગુમાસ્તાએ બેધડક જવાબ
<<
આપ્યા.
*
તેમને અહીં આવવા કહેજો. ” એમ કહી મિ॰ ફેંગે મિ॰ પિકવિકને બેસવા કહ્યું.