________________
ડડિસન અને કૅગ
ડાડસન અને ફગની ઓફિસ ફ્રીમેન્સ કોર્ટ, કહીલ, ને દૂરને છેડે આવેલા એક ગોજા મકાનના ભોંયતળિયે આવેલી હતી. તેઓ અદાલતોના ઍટર્નીઓ હતા તેમ જ હાઈકોર્ટના સેલિસિટરો હતા. તેમની ઓફિસને ચાર ગુમાસ્તાઓ ઊંડા કૂવાને તળિયે રહેતા હોય અને સૂર્યના સ્વર્ગીય પ્રકાશની જેટલી ઝાંખી મેળવી શકે, તેટલી જરૂર અહીં રહીને મેળવતા.
ગુમાસ્તાઓને કમરો ખાસ અંધારિયે, ભેજવાળો અને ગંધાત
હતો.
મિ. પિકવિક અને સેમે શુક્રવારે સવારે જઈને તે કમરાને બારણે ટકારા માર્યા, ત્યારે અંદરથી એક ગુમાસ્તા મે જવાબ આપ્યો, “અંદર આવે, ટકેારા શાના માર્યા કરે છે ?
મિ. ડોડસન કે મિ. કૅગ અંદર છે?” મિ. પિકવિક, વિનયપૂર્વક ટોપો હાથમાં રાખી, ધીમેથી આગળ વધતાં પૂછયું.
મિ. ડેડસન હાજર નથી, અને મિકૅગ ઘણુ રોકાયેલા છે.” “મિ. ડેડસન ક્યારે પાછા આવશે ?” “ કહી ન શકાય.” “મિ. ફૉગને કામમાંથી ફારેગ થતાં બહુ વાર લાગશે ?” “જાણી ન શકાય.”