________________
મિસિસ ખાડેલને દાવો
૧૬૩ “ઓહો, તે તો હવે અમારા ઘરમાંથી ચાલી ગઈ છે, અને દૂર અમારાં સગાં સાથે રહે છે. તેનાથી મારી દીકરીઓનું સુખ દીઠું ખમાતું ન હતું, એટલે મેં જ તેને જવા દીધી. પણ ચાલે હવે જમવા ચાલે. તમે લેકો તો આટલે દૂરથી આવ્યા એટલે ભૂખ્યા થયા હશે, અને હું તો ઘેર બેઠા જ કયારનો ભૂખ્યો થઈ ગયો છું.”
જમવામાં બધાએ જ ભોજનને યોગ્ય ઇનસાફ આપ્યો. પછી મિ. પિકવિકે, પોતે જિંગલની ફેસલામણમાં કેવી રીતે આવી ગયા, તેની આખી હકીકત કહી સંભળાવી. તે સાંભળી સૌમાં એ દુષ્ટ પ્રત્યે ગુસ્સાની તથા તિરસ્કારની લાગણી ફરીથી ભભૂકી નીકળી.
પછી તો મિત્ર વિંકલે એટન્સવિલ મુકામે પોતાની ઉપર પણ મિ. પટને ઘેર જે પ્રસંગે ગુજ, તેની વાત હસતાં હસતાં કહી સંભળાવી.
પરંતુ મિ. પિકવિકની ભમ્મરો એ સાંભળી તંગ થઈ ગઈ અને જ્યારે મિત્ર વિકલે એ પ્રસંગ પૂરે કર્યો ત્યારે થોડી વાર ચૂપ રહી, ટેબલ ઉપર મુકી મારીને તેમણે કહ્યું, “આપણે જેના ઘરમાં પેસીએ છીએ, તેના ઘરમાં કંઈ ને કંઈ બખેડો ઊભો કર્યા વિના રહેતા નથી, એ કેવી વાત ? અને એમ બનવામાં આપણે અવિચાર જ નહિ પણ હદયનું કાળાપણુંય કારણભૂત નથી હોતું, એમ કહી શકાય તેમ હોય છે ખરું ? મારા અનુયાયીઓ-મિત્રો જે કાઈ સંગ્રહસ્થના છાપરા હેઠળ પેસે છે, ત્યાંની કોઈ વિશ્વાસુ બાઈના મનની શાંતિ અને નિરાંતને ડબોળ્યા વિના રહેતા નથી, એ ખરેખર મારે માટે લજજાસ્પદ વસ્તુ છે —”
આવી ને આવી ભાષામાં મિપિકવિક હજુ આગળ વધ્યા હોત; પરંતુ એટલામાં સેમ એક કાગળ લઈને અંદર દાખલ થયો. તે ટપાલ-ઓફિસે ગયો હતો અને ત્યાં પોતાના માલિકના નામનો રસીલબંધ કાગળ આવેલો જોઈ તે લઈને તરત દોડી આવ્યો હતો.