________________
પિકવિ કલબ મિ. પિકવિકે સીલ ઉખાડીને કાગળ વાંચ્યો, તેની સાથે જ તેમનું મોં કાળુંધબ પડી ગયું.
મિવર્ડલે તે તેમનું એવું વિલું મેં જોતાં જ પૂછયું, “કોઈ મરી તે નથી ગયું ને?”
મિ. પિકવિક જવાબમાં એ કાગળ મિ. ટપમન પાસે સેરવ્યો, અને સૌને મોટેથી વાંચી સંભળાવવા કહ્યું. મિ. ટપમને ધ્રુજતાં ધ્રુજતાં એ કાગળ વાંચ્યો –
ફ્રીમેન્સ કોર્ટ, કોર્નેહીલ,
ઓગસ્ટ ૨૮ મી, ૧૮૩૦ बार्डेल वि० पिकविक સાહેબ,
મિસિસ માર્યા બાલે તમારી વિરુદ્ધ લગ્ન કરવા આપેલા વચનના ભંગનો, અને તે અંગેની નુકસાનીના પંદરસો પાઉંડનો. દાવો માંડવા અમને સૂચવ્યું હોવાથી, અમે તમને જાણ કરવા રજા લઈએ છીએ કે, “કેર્ટ ઑફ કૉમન્સ પ્લીઝમાં આ દાવા અંગે તમારી સામે રીટ કઢાવવામાં આવી છે. એટલે વળતી ટપાલે, લંડનના તમારા ઍટર્નીનું નામ જણાવી અમને આભારી કરશો.
અમે છીએ, સાહેબ, મિ. સેમ્યુઅલ પિકવિક. આપના આજ્ઞાંકિત સેવકો
डॉडसन अने फॉग. દરેક જણ હવે આશ્ચર્યચકિત થઈ એકબીજા સામું અને પછી દરેક જણ મિ. પિકવિક સામું જોવા લાગ્યું. છેવટે મિ. ટમને ચુપકીદીનો ભંગ કર્યો – •
“ડેડસન અને ફગ.”