________________
૧૩૫
ચૂંટણી ફર્મ ઉપર પહોંચી ગયા. પ્લેટફોર્મની બીજી બાજુ મિત્ર ફિઝકિન અને એના ટેકેદારો માટે અનામત હતી.
મિ. ટામને મિત્રની બાંય ખેંચીને કહ્યું, “જુઓ પેલા રહ્યા મિ. વિકલ.”
ક્યાં?” મિ. પિકવિકે ભીડમાં મહાપરાણે ખિસ્સામાં સાચવી રાખેલાં ચશમાં પહેરતાં પૂછયું. તેમની હેટ તો ક્યારની ઊડી ગઈ હતી. ' “પેલા ઘરના છાપરા ઉપર.”
અને ખરેખર મિત્ર વિકલ મિસિસ પટ સાથે ખુરસીઓ ઉપર નિરાંતે બેઠા હતા, અને પોતાના મિત્રનું ધ્યાન રૂમાલ હલાવીને ખેંચતા હતા. મિ. પિકવિકે રૂમાલ હલાવી તથા હાથ ઉપર ચુંબન કરીને મિસિસ પટને અને મિત્ર વિકલને જયાનો જવાબ આપ્યો.
તરત જ પાછળ ટીકાઓને વરસાદ વરસ્યો – “અલ્યા બુઠ્ઠા બદમાશ ! છોકરી સામું જાએ છે!” “માળે પાપી ! કચરો, લોકોની પરણેતરાને જોવા ચમાં ચડાવે છે.” “અલ્યા, તારી બુદ્દીને જ જોયા કર ! જુવાન સ્ત્રીઓને જુવાનો માટે જ રહેવા દે !” ઇ., ઈ.
પછી તે ઘંઘાટ, બૂમાબૂમ, મશ્કરીઓ વગેરે વચ્ચે મેયરે એટન્સવિલના સમજણ લોકોને મિત્ર –ની જગાએ એક નવો સભ્ય ચૂંટવા વિનંતી કરી. પ્રથમ ફિઝકિનવાળાઓને બેલવાને વારો હતો. તે વખતે ફિઝકિનવાળાઓએ હર્ષના પોકાર કરી, અને કીવાળાઓએ તુચ્છકાર અને ધિકકાર દર્શાવનારા ઉગારે કાઢી, કોઈને કશું સાંભળવા જ દીધું નહિ. એવું જ ન સ્લીવાળાઓ વખતે પણ થયું.
પછી મિત્ર ફિઝકિન પોતે બેલવા ઊભા થયા તે વખતે સ્પષ્કીવાળા ટોળાએ બૂમો પાડતાં ફિઝકિનવાળા ટોળાએ તેમના ઉપર મુક્કાબાજી આરંભી દીધી. બીજી બાજુ સ્વસ્કીએ તૈયાર રખાવેલા બેન્ડે એવી ચીસાચીસ આરંભી દીધી કે, મિ. ફિઝકિન ચિડાઈ જઈ સ્વસ્કી તરફ ધસી ગયા અને પિલું બેન્ડ ત્યાંથી ખસેડી લેવરાવવા ઉગ્ર શબ્દમાં તેમણે