________________
વહાર! “હા હા વેટલૂ બ્રિજ નીચેની પાછું વગરની કરી કમાને, સાહેબ. એ મકાનમાં વાંધે કાઢી શકાય તો એટલો જ છે કે, તેમાં હવાની સગવડ વધારે હોય છે. જોકે, ત્યાં કંઈ કંઈ દેખાવો જેવાના મળે, એ નફામાં.”
દેખાવો ?”
“હા, સાહેબ; તે દેખાવો તમારા જેવાના ઉદાર હૃદયની તો આરપાર વીંધીને નીકળી જાય, સાહેબ. નાનાં જુવાન સ્ત્રી-પુરુષો, જેમને તેમના ભીખના ધંધામાં હજુ બઢતી નથી મળી હતી, – પગારવધારે કહે છે તે સ્તો, – તેઓને ત્યાં થોડોક વખત રહેવું પડે છે. જેમને હજુ બે-પેની દેરડા જેટલી આવક નથી હોતી, તેઓ થાકી-પાકી, ભૂખે મરી, ત્યાંના અંધારા ખૂણાઓમાં આવીને ગબડે છે ને આરામ મેળવે છે.” - “બે-પેની દેરડાની આવક વળી કેવી ?”
એક રાત પથારીમાં સૂવા મળે તે માટે બે-પેની ભાડું આપવું પડે છે સાહેબ. હોટલવાળા રાતે ઓરડાની ફરસબંદી ઉપર બે-પેની લઈ આવા લોકાને સૂવા દે છે. પણ આ લોકે બે-પેની જેટલી ઊંઘ લઈને સવારે વિદાય થવાને બદલે અર્થે દિવસ પૂરો થાય ત્યાં સુધી પડી રહેતા. એટલે આ લોકો હવે બે લાંબાં દોરડાં છ ફૂટને અંતરે બાંધે છે. તે દોરડાં ફરસથી ત્રણ ફૂટ ઊંચાં રાખે છે. પછી એ બે દોરડાં ઉપર ગુણપાટની પથારીઓ બાંધી દેવામાં આવે છે. બે પેની આપો એટલે એક મજાનું હાલરડું રાતભર સૂવા મળે. પણ સવારે છ વાગતાંમાં તેઓ એક બાજુના બે છેડા છોડી નાખે એટલે ધબ દઈને બધા નીચે પછડાય. એટલે તેમને ઉઠાડવાજગાડવાની પંચાત જ ન રહે !”
પણ પછી બરી ગામ આવતાં અને “એન્જલ વીશી આગળ જ કાચ-ગાડી ઊભી રહેતાં મિત્ર પિકવિકે સેમને એક ખાનગી ઓરડે પિતાનું સાચું નામ દીધા વિના, ભાડે રાખી આવવા અંદર મોકલ્યો. કારણ, પેલો જિંગલ તે હોટેલમાં જ ઊતર્યો હોઈ તેને ખબર ન પડે એ રીતે અંદર પેસી જવું જોઈએ.