________________
વહાર!
૧૪૫ “હા, હા, અહીંથી થોડા માઈલ દૂર – પણ મિ. પિકવિક તમે કેમ ચાલ્યા ? આટલું જલદી જવાતું હશે ?”
પણ મિ. પિકવિક તો બહાર ધસી ગયા હતા, અને મિત્ર ટપમન તેમની પાછળ પાછળ.
“એ તો ક્યારને ચાલ્યો ગયો,” મિ. ટ૫મને કહ્યું.
“તેની પાછળ બરી જઈશ,” મિ. પિકવિક બોલી ઊઠ્યા; “ “ત્યાં પણ તેણે કાને કેવી રીતે છેતરવા માંડયા હશે! તે સૌને વેળાસર જઈને ચેતવી દેવા જોઈએ.”
પછી મિ. ટ૫મનને પોતે લખે ત્યારે બરી આવવાનું કહી, મિત્ર પિકવિક સેમને સાથે લઈ તરત જિંગલની પાછળ પડયા.
૧૯
વહાર !
| મ૦ પિકવિક અને સેમ બરી તરફ જતી કચગાડીમાં બેસી જઈ ધસમસાટ આગળ વધી રહ્યા હતા. ઓગસ્ટ મહિનામાં પણ કુદરતની આગવી શોભા હોય છે. વસંતમાં બધું નવું ફૂટવા માંડયું હોય તેની શોભા હોય, તો ઓગસ્ટમાં ફળ તથા પાક ઉતારવાનો સમય આવ્યો હોય, તેની સુશોભા હોય. તે અંગે છોકરાં, સ્ત્રીઓ, ગાડાં વગેરેની ખેતરમાં ધમાલ મચી રહે છે.
મિ. પિકવિક એક પછી એક પસાર થતાં ખેતરો જોઈને સેમને કહ્યું, “બહુ મનોરંજક દેખાવ છે. ”
ચિમલીની ભૂંગળીઓને હરાવી દે છે.” પિ.-૧૦