________________
૧૮
પિકવિક ક્લબ એ પ્રમાણે ઓરડે રાખી આવીને, પછી પહેલાં જમવાની વ્યવસ્થા કરવામાં સેમ પડયો. તે બધું પત્યા પછી, હોટેલના બૂટ્સ પાસેથી જિંગલ વિષે કઢાવાય તેટલી માહિતી લઈ આવવા તે ચાલ્યો ગયો.
અર્ધાએક કલાકમાં તે પાછો આવ્યો. તે ખબર લાવ્યો કે, મિ. ચાર્લ્સ ફિઝ-માર્શલે ફરી નોટિસ આપે ત્યાં સુધીને માટે એક એારડી ભાડે રાખી છે. અત્યારે તો તેઓશ્રી કાઈ પડેાશના ખાનગી ઘરમાં જમવાના આમંત્રણનો સ્વીકાર કરીને ગયા છે, તથા પોતે મોડી રાતે પાછા ફરે ત્યાં સુધી બારણું આગળ બેસી રહેવાનું બૂર્સને કહેતા ગયા છે. તેમના નોકરને તે પોતાની સાથે લઈ ગયા છે. એટલે સવારમાં પોતે એ નોકરને મળીને, મિત્ર ફિટ્ઝ-માર્શલની વિશેષ માહિતી કઢાવી લાવશે, એમ સેમે છેવટે ઉમેર્યું.
રાતે પછી હોટેલના નોકરીમાં પોતાની રીતે હસ્ય-મજાકની અચ્છી મહેફિલ સેમે જમાવી દીધી. એ લેકાના ખડખડાટ હસવાના બૂમ-બરડાથી પૂરા ત્રણ કલાક મિત્ર પિકવિકને પિતાની ઓરડીમાં ઊંઘ ન આવી શકી.
સવારમાં પંપ નીચે મિ. સેમ વેલર રાતને નશો મોં ઉપરથી ધોઈ કાઢી રહ્યો હતો, તેવામાં તેણે મલબેરી-રંગની વર્દી પહેરેલા એક નોકરને આંગણામાં બેન્ચ ઉપર બેસી હાથમાંના ગુટકામાંથી પાઠ કરતો જોયો. સેમે નજર નાખીને જ તેના સ્વભાવનો તાગ પહેલેથી મેળવી લેવા પ્રયત્ન કર્યો, પણ ખરી રીતે પેલો જ ગુટકામાં મેં રાખી, નજર કરીને એમનો તાગ મેળવતો હતો.
સેમે હવે તેની પાસે બેસી ધૂળધમાં વાત કરવા માંડીઃ ગઈ કાલે રાતે નોકર-સભામાં હાજર ન હતા ? બહુ મજા પડી હતી ઈ.
મારા માલિક સાથે મારે બહાર જવાનું હતું,” પેલાએ જવાબ આપ્યો.
તમારા માલિક? શું નામ હશે, વારુ ?” ફિઝમાલ.”