________________
વહાર!
૧૫૧ તે જ ઘડીએ બેન્કિંગ-સ્કૂલની મિસ્ટ્રેસને મળવા અને તેને આ કાવતરાની ખબર કહેવા દોડી જવા તત્પર થઈ ગયા; પણ જૉબે કહ્યું, “મારા માલિક બહુ હોશિયાર માણસ છે. તેમણે એ બુઠ્ઠી મિસ્ટ્રેસને એવી ભેળવી દીધી છે કે, તેને કોઈ પણ રીતે વાત કરે તો પણ તે માનશે જ નહિ. કારણ કે, તમારા પક્ષે પુરાવો તે એક નેકરે કહેલી વાતનો જ ગણાય ને ? અને મારે માલિક તરત જ કહી દે કે, મેં એ નોકરને કા બરતરફ કર્યો છે એટલે તે પોતાને ગુને ઢાંકવા મારે માથે ગમે તેવા ગુના ઓઢાડવા પ્રયત્ન કરે છે !”
“તો પછી શું કરવું જોઈએ !”
“એને અપહરણ કરતી વખતે જ પકડવો જોઈએ. અને આપ જે સહેજ મરછ બતાવો તો તેમાં જરૂર થઈ શકે. જેમ કે, મને ને મારા માલિકને, અમે ફેડેલી બે કરડીઓ, રાતે દશ વાગ્યે બેડિંગના રસોડામાં પેસાડી દેશે. પછી બધાં જ્યારે ઊંઘી ગયાં હશે, ત્યારે અમે રસોડામાંથી બહાર નીકળી, પેલી જુવાન બાનુને તેના કમરામાંથી ઉઠાવી બહાર લાવીશું. બહાર એક ઘોડાગાડી તૈયાર ઊભી હશે, અને તેમાં તેને બેસાડી દઈ અમે વિદાય થઈ જઈશું. એટલે તમે સાહેબ ના બગીચામાં તૈયાર થઈને સંતાઈ રહો, તો બધો ઉપાય થઈ રહે, તેવું મને સૂઝે છે.”
કેમ હું છો ?”
“કારણ કે, બહુ ધાંધલ થાય, તો મિસ્ટ્રેસને પોતાની સંસ્થાની આબરૂની પડી હોય; અને પેલી છોકરીને પણ બહુ જણની સમક્ષ સમજાવવી મુકેલ થાય. આ બધી નાજુક બાબતો ઓછામાં ઓછા ધાંધલથી પતાવવી સારી.”
“પણ તે પછી, હું તેનાં સગાંવહાલાંને જ ખબર આપી દઉં તો શું ખોટું ?”
“અશક્ય; તેઓ અહીથી સો માઈલ દૂર રહે છે! આ કામ આવું બધું મુશ્કેલ હોવાથી જ હું અકળાઈ રહ્યો છું, અને મને કશો