________________
પિકવિક કલબ માર્યો. પણ થોડી વાર થોભ્યા પછીય કંઈ જવાબ ન મળતાં તેમણે બીજે ટકોરે જરા મોટેથી માર્યો.
છેવટે કંઈક પગલાં દાદરા ઉપરથી આવતાં સંભળાયાં અને કેટલાય આગળાનચૂકી ખેંચાયાને અવાજ આવ્યો. પછી ધીમેથી બારણું ઊઘડયું. - બારણું બહારની તરફ ઊઘડતું હતું, એટલે મિ. પિકવિક તેની પાછળ ખસતા-લપાતા ગયા. પણ એ બારણું ઉઘાડનાર જબ-ટ્રેટર નહિ પણ હાથમાં મીણબત્તીવાળી એક નોકરડી હતી. મિ. પિકવિકને શ્વાસ થંભી ગયો.
પેલી નોકરડી અંદર રહેલી બીજીને સંબોધીને બેલી, “કોઈ દેખાતું નથી, એ તો બિલાડી ફિલાડી અંદર આવવા માથું પછાડતી હશે.” આમ કહી તેણે બિલાડીને અંદર આવવા રજની ટેવ પ્રમાણે બચકારીને લાવી; પણ કાઈ અંદર ન આવ્યું, એટલે તેણે બારણું પાછું બંધ કરી દીધું.
પણ થોડી વારમાં તો ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા. આવે વખતે ઝાડ નીચે ઊભા રહેવું સહીસલામત ન માની, મિ. પિકવિક ભીંતને ખૂણે ઊભા થઈ ગયા. કારણ કે, બગીચામાં કે રસ્તા વચ્ચે ઊભા રહેવું એ તે રસ્તા ઉપરથી જતા ચોકીદારને નજરે પડવા જેવું થાય. એક વાર તો મિત્ર પિકવિકે. ભીંત ઉપર ચડી બહાર નીકળી જવાનો પણ વિચાર કર્યો. પરંતુ પિતાના ભારે શરીરને તે પૂરતું કુદાવી શક્યા નહિ, અને ઊલટા હાથે પગે વધુ છેલાયા એ નફામાં.
ઘણી વારે, બધાં ઊંઘી ગયાં હશે એમ માની, મિ. પિકવિકે પાછા ધીમે પગે બારણા પાસે જઈ બારણા ઉપર ફરીથી ટકોરો માર્યો. કશે જવાબ ન આવ્યો. થોડી વાર રહીને બીજે ટકારો માર્યો. આ વખતે અંદર કશી ગુસપુસનો અવાજ સંભળાયો, અને પછી અંદરથી કોઈએ પૂછયું : “કેણુ છે?”