________________
વહાર!
૧૫૫ એ જોબનો અવાજ ન હતું, પણ કોઈ સ્ત્રીનો હતો. મિ. પિકવિક તરત જ બારણું ઉઘડે ત્યારે પાછળ ઢંકાઈ રહેવાય એવી જગાએ ભીંત સરસા ઊભા થઈ ગયા.
પણ આ વખતે આખું મકાન જાણે સળગી ઊઠયું હતું. મિત્ર પિકવિક પોતાની આ દશાથી ખૂબ ગભરાયા અને અકળાયા. તથા બધું ધાંધલ શમી જાય, એટલે ગમે તેમ કરી, ભીંત ઠેકી જઈ બહાર નીકળી જવાનો વિચાર કરવા લાગ્યા.
પરંતુ આ વખતે તો બારણું ઊઘડયું એટલું જ નહિ પણ ત્રણ ચાર જણનો સામટો અવાજ આવ્યો –
કોણ છે ?”
અંદરથી અધ્યક્ષાએ હવે બૂમ પાડી, “હેય, તું બહાર નીકળીને બગીચામાં જઈને કેમ જોતી નથી ?”
મેડમ, મને બીક લાગે – ત્રીસ ત્રીસ છાત્રાઓ અંદરથી તેના ઉપર ફિટકારને ચિત્કાર કરી ઊઠી.
અધ્યક્ષાએ તેને ફરીથી બહાર નીકળીને જેવા તાકીદ કરી, એટલે તે રસોઈયણ બિચારી રડવા માંડી, અને નેકરડીએ તેને પક્ષ લઈને કહ્યું, “બલવું સહેલું છે, પણ આ અંધારામાં બાઈ માણસ એક્લી બહાર શી રીતે નીકળી શકે ?”
તરત જ તેને ત્યાં ને ત્યાં એક મહિનાની નેટિસે છૂટી કરવાની સજા થઈ. પછી અધ્યક્ષાએ રસોઈયણને ફરીથી ધમકાવીને કહ્યું, “તું બહાર જઈને જુએ છે કે નહિ ?”
બીજી ત્રણેક મહેતીઓએ પણ રસોઈયણને કહ્યું, “મિસિસ કહે છે તે સાંભળે છે કે નહિ?”
ત્રીસ છાત્રાઓ એક અવાજે બોલી ઊઠી, “આ રસોઈયણું બાઈ તે કેવી છે !”