________________
૧૫૦
પિકવિક ક્લબ પેલા જવાબમાં પોતાના ખાલી ખીસા ઉપર થપાકો મારીને જણાવી દીધું કે, મારા ખીસામાં પૈસા હોય, તો મારા માલિકના ખીસામાં હોય !
તો પછી, તુંય ભાઈ બડો બદમાશ હોવો જોઈએ કે, તારા માલિક ખીસાકાતરુની જેમ કાઈની છોકરી અને તેને વારસ કાતરી જાય, અને તું જરા મોટુંય ન હલાવે !”
“જાણું છું, અને સમજું છું, તેથી જ ભગવાનની પોથીનો પાઠ કર્યા કરું છું, અને અંતરથી રડ્યા કરું છું.” એમ કરી બે પાછી આ રેલાવવા માંડી.
પણ તું જઈને બેડિંગ-સ્કૂલતી મહેતાને કહી દે, અને તારા માલિકને પકડાવી દે.”
પણ મારા જેવા નોકરની વાત ઉપર વિશ્વાસ કાણ મૂકે ? પેલી છોકરી નિર્દોષ અને સમજદાર છોકરી ગણાય છે. તે એવો કશો વિચાર હોવાની ઝટ ના પાડી દે, અને મારા માલિક પણ ના કહી દે
– તો પછી બધા એમ જ માને ને કે, મારા માલિક તો એ છોકરીના બાપના ઓળખીતા છે, અને તેની ખબર કાઢવા માટે મળવા જ આવે છે, તેને કાઢી જવા નહિ! પણ મારા પક્ષમાં કોઈ એવા સગૃહસ્થ હોય જેમના બલવાનું વજન પડે, તો હું એમની મદદ લઈને આ અપહરણનો કિસ્સો અટકાવવાનું જરૂર વિચારું ખરે. પણ અહીં આ અજાણી જગાએ મને એવું કોઈ મળે તો પણ, મારા ઉપર વિશ્વાસ મૂકી, એવા ડખામાં હાથ ઘાલવા કોણ તૈયાર થાય ?”
- સેમ બોલ્યા વગર તરત જ ઊડ્યો અને જોબનો હાથ પકડી તેને પોતાના માલિક મિ. પિકવિક પાસે ખેંચી ગયો અને જિંગલના કાવતરાની બધી વિગતોથી તેમને જાણકાર કરી દીધા.
અપહરણ તે રાતે જ થવાનું હતું એટલે મિ. પિકવિક જોબને પૂછીને સ્થળ-કાળની બધી માહિતી મેળવી લીધી. મિ. પિકવિક તો