________________
પિકવિક કલબ મને લાગે છે કે જિંદગીભર તે ચિમનીઓ, ઈટ અને ચૂને જ જોયાં છે, સેમ,” મિપિકવિકે હસતાં હસતાં કહ્યું.
“હું હંમેશાં બૂટ્સની નોકરી કરતો નથી આવ્ય, સાહેબ, એક વખત હું પણ ગાડું હાંકનારાનો નોકર હતો.”
ક્યારે ?
જ્યારે મને જિંદગીમાં દેડકા-કૂદની રમત રમવી છોડી મૂકવામાં આવ્યો ત્યારે સાહેબ. પછી હમાલનો નોકર બન્યો, પછી તેનો મદદની બન્યો, અને પછી બૂટ્સ બન્યો. હવે હું એક સદગૃહસ્થને નોકર બન્યો છું, અને કોઈક દિવસ પોતે જ મોઢામાં પાઈપ ફૂંકતો સદગૃહસ્થ જ બની રહીશ, સાહેબ.”
તું કોઈ ફિલસૂફ હોય તેવી અદાથી વાત કરે છે, સેમ. ”
સાહેબ, એ લે તો અમારા કુટુંબની નસમાં ચાલ્યો જ આવે છે. મારા બાપુ તો એ લાઈનમાં જ અત્યારે છે : મારી ઓરમાન-મા જ્યારે તેમને સારી પેઠે ફિટકારે છે, ત્યારે તે માત્ર માંથી સીટી વગાડે છે. જ્યારે તે ગુસ્સે થઈ એમની ચુંગી ભાગી નાખે છે, ત્યારે તે બહાર જઈ બીજી ખરીદી લાવે છે. જ્યારે પેલી બહુ ચીસાચીસ કરી મૂકે છે, અને ઈસ્ટિરિયા લાવે છે, ત્યારે તે શાંતિથી ચુંગી ફૂક્યા કરે છે, અને તે પાછી શાંત થાય તેની ગુપચુપ રાહ જુએ છે. એ બધું ફિલસૂફી કહેવાય, ખરું કે નહિ, સાહેબ ?”
ખરેખર, ફિલસૂફી નહિ તો એના જેવું તો કહી જ શકાય. તો તને વંશપરંપરાગત મળેલો એ સ્વભાવ જીવનની અથડામણમાં બહુ ઉપયોગી નીવડયો હશે, નહિ ?”
“કેમ નહિ સાહેબ, એક નોકરીમાંથી નાસી જાઉં અને બીજીમાં જોડાઉં ત્યાં સુધી મારે એક એક પખવાડિયા સુધી ફરનિચર વગરના મકાનથી ચલાવી લેવું પડે.”
“ફરનિચર વગરનું મકાન ?”