________________
૧૪૪
પિકવિક કલબ
એટલામાં મિ. લિયે હંટરે બૂમ પાડીને પોતાની મહેરદારનું ધ્યાન ખેંચ્યું “મિ. ચાર્લ્સ ફિટ્ઝમાર્શલ પધાર્યા.”
ચાલ, એમને મારી પાસે મોકલી દે; મેડા આવવા બદલ મારે તેમને અત્યંત ક્રૂર સજા કરવી છે,” મિસિસ લિયો હંટરે પિતાની એક વધુ અગત્યની ઓળખ સૌને સંભળાવતાં કહ્યું.
“આવ્ય, આવ્યો-વહાલાં મેડમ–બને તેટલું જલદી – લોકોનાં ટોળે ટોળાં-પૂનમની રાત ઘણી મુશ્કેલી – ખૂબ.”
તરત જ મિ. પિકવિકના હાથમાંથી ચમચો-કાંટો પડી ગયા. તેમણે ઝટપટ મિ. ટપમન સામે જોયું તો તેમના હાથમાંથી પણ ચમ-કાંટો પડી ગયા, અને વધારામાં વિના નેટિસે જમીનમાં ઊતરી જવાની જ તે તૈયારી કરવા લાગ્યા.
એટલામાં નૌકા-અધિકારીનો પોશાક પહેરેલે એક જુવાનિયો આગળ આવ્યો. ચારે પિકવિકિય તેને ઓળખી ગયા–અને આફ્રેડ જિગલ પણ ચારે પિકવિકિયનેને ઓળખી ગયો !
તેણે આ લોકોને જોયા કે તરત મિસિસ લિયે હંટરને લાંબો થયેલો હાથ પકડવો પડતો મૂકી એકદમ બહાર નાસવા માંડયું. તેણે કહ્યું, “ભૂલી ગયો–મારા ઘડાઘડીવાળાને સૂચના આપવાનું – હમણું જ આવ્યો-તરત–જલદી.”
મિ. પિકવિકે હવે મિસિસ લિયે હંટરને એ જુવાનિયાનું નામ-ઠામ
પૂછયું
તે તો એક મહાન તવંગર વ્યક્તિ છે; અને હું તમને તેનું ઓળખાણ જરૂર કરાવીશ. કાઉન્ટ લર્ટોર્ક પણ તેને મળીને ઘણું રાજી થશે.”
“પણ તે ક્યાં રહે છે ?” “બરીમાં, “એન્જલ” હોટેલમાં.” બરી ?”