________________
૧૪૩
ફરી પાછો ભેટે! મહાન પિગ-વિગને મિત્ર. મિસિસ હંટે પરિચય કરાવ્યો વ્હેખિકા - ફરતા દેડકાની – નહિ નહિ, મરતા અંગ્રેજી જોડણું “મ” “દેકડાની.”.
મિસસ લિયે હંટરે તરત મિ. પેટ સામે જોઈને કહ્યું, “અદ્ભુત માણસ છે; રજેરજના કેવા અભ્યાસી છે?
ગંભીર ફિલસૂફ પણ છે,” મિપટે જણાવ્યું.
પછી કાવ્ય-સંગીતનો વારો હતો. મિસિસ પટે કંઈક કલબલ કલબલ ગાયું. પછી મિસિસ લિયે હંટરને તેમના મૃતપ્રાય દેડકા ઉપરનું ખંડકાવ્ય ગાવા માટે ફરમાયશ થઈ તે તેમણે એક વાર ગાઈ બતાવ્યું; અને ફરીથી ગાવા માટે પણ તેમણે તૈયારી બતાવી. પરંતુ મહેમાનો હવે ખાવા તરફ વળી ગયા હોવાથી એવો ખુલાસો કરવામાં આવ્યો કે, મિસિસ હંટર જેવાં નાજુક પ્રકૃતિનાં ગાયિકાને વધુ તસ્દી આપવી ઠીક નહિ. પણ જવાબમાં મિસિસ લિયો હંટરે પોતાના પ્રશંસક મિત્રોના લાભાર્થે આખું ફરીથી ગાઈ સંભળાવવાની તસ્દી લેવાને નિરધાર જાહેર કર્યો. પણ પછી શ્રોતાઓની ખરી અનિચ્છા જાહેર થઈ ગઈ. કારણ કે, મિસિસ હંટરે પોતાની રીત પ્રમાણે સો જણાને નિમંત્ર્યા હતા, અને નાસ્તાની સામગ્રી પચાસ જણની જ તૈયાર કરાવી હતી –માત્ર મહારથીઓને માટે જ; બાકીનાઓ તો પોતાનું જેમ ફડાય તેમ ફેડી લે! એટલે એ બાકીનાઓએ જ સૌથી પ્રથમ ધસારો પિરસાયેલાં ટેબલે તરફ પિતાનું “ફોડી લેવા માટે શરૂ કર્યો.
આ તરફ કાઉન્ટ ઍર્લટકે વિવિધ વાનીઓનું વર્ણન ડાયરીમાં ઝટપટ નેધવા માંડયું હતું. મિ. ટપમન ઘણી સિંહણેને તેમનું ખાદ્ય સરકાવવાની પ્રિય સેવા બજાવી રહ્યા હતા. મિ. સ્નોડગ્રાસ એક યુવાન કવયિત્રી સાથે કાવ્યની દિવ્ય સૃષ્ટિમાં વિચરી રહ્યા હતા, અને મિત્ર પિકવિક સી કેાઈ સામે પિતાનું મળતાવડાપણું ઢાળી રહ્યા હતા.
મિસિસ લિયો હંટર ગૌરવ-આનંદ –અને સંતોષ – પૂર્વક બધું નિહાળી રહ્યાં હતાં.