________________
૧૪૨
- પિકવિક કલબ કાઉંટે તરત ખિસ્સામાંથી ડાયરી કાઠીને, તેમનું નામ લખી લીધું – તથા “પિગવિગ” કે “બિગવિગ” નામના એક મહાન બેરીસ્ટરનો પરિચય થવા બદલ ખુશી વ્યક્ત કરી.
મિ. પિકવિકે પૂછયું, “આપને મળીને ખૂબ આનંદ થયો; આપ ઘણું વખતથી ઇંગ્લેંડને અભ્યાસ કરવા પધાર્યા હશો, ખરું ?”
અરે ઘણા વખતથી; એક પખવાડિયું થઈ ગયું અરે તેથી પણ વધારે”
“હજુ પણ આપ અહીં વધુ રોકાવાના હશે, નહિ ?”
એક અઠવાડિયું તો ખરો જ.”
“આપને ઘણી ઘણી માહિતી એકઠી કરવી પડતી હશે, નહિ? અને આટલા થોડા વખતમાં એ બધું એકઠું કરવા જતાં આપને બહુ તસ્દી લેવી પડતી હશે !”
અરે, બધું ભેગું કરી પણ દીધું.”
“એમ?”
“હા, હા, બધું અહીં ભેગું કરી દીધું છે,” એમ કહી કાઉંટ પિતાના કપાળ ઉપર અર્થસૂચક ટકોરો માર્યો. તથા ઉમેર્યું, “મારા ઉતારાના સ્થળે મટી પડી જેટલી સામગ્રી થઈ ગઈ છે – સંગીત, ચિત્ર, વિજ્ઞાન, કાવ્ય, પોલિટીક – બધી ચીજો.”
પોલિટિકસ એ એક જ નાના સરખા મથાળા નીચે કેટલી બધી અગત્યની અને વિશાળ બાબતોનો સમાવેશ થાય છે!” મિત્ર પિકવિકે કહ્યું.
ફટ દઈને કાઉંટે ડાયરી બહાર કાઢી– “બહુ સરસ શબ્દોપ્રકરણ શરૂ કરવા માટે. પ્રકરણ સૂડતાલીસ. પૉલિટિકસ એ શબ્દ હેઠળ ઘણી ઘણી અગત્યની બાબતોનો સમાવેશ થાય છે.”
પછી મિસિસ હંટે કવિ ડગ્રાસનો પરિચય કરાવ્યો. તરત કાઉટ ડાયરી કાઢી લખી લીધું, “મથાળું – કાવ્ય – પ્રકરણ – સાક્ષર મિત્રો-નામ સ્નો-ગ્રાસ બહુ સર્સ–મહાન કવિ ઇંગ્લેંડને –સ્નગ્રાસ