________________
૧૪૦
પિકવિક કલબ શું ડાકુનો વેશ ? તમે એ વેશ માટે બહુ ઘરડા છે, એટલું પણ જોઈ નથી શક્તા ? ઉપરાંત વધુ જાડા પણ!” મિ. પિકવિકે કહ્યું.
સાહેબ, આ તમે મારું અપમાન કરી રહ્યા છો.”
“પણ તમે લીલી મખમલનું જાકીટ અને બે ઈંચની પૂંછડીવાળો ડાકુનો વેશ પહેરી મારી સામું ઊભા રહેશે, તેથી મારું જે અપમાન થશે, તેનાથી અર્ધ અપમાન પણ મેં તમારું કર્યું નથી.”
તમે નંગ છે, નંગ!” મિ. ટ૫મને પિતાના નેતાને ગાળ
ભાંડી.
તમે બીજું નંગ છો!” મિ. પિકવિક જવાબ વાળ્યો.
મિત્ર ટપમન હવે પાસે આવી એક બે ક્ષણ મિપિકવિક તરફ જોઈ રહ્યા. મિ. પિકવિકે ચશ્માંથી ફોકસ કરેલી વધુ તીવ્ર નજર તેમની સામે ફેંકી તેમનો પડકાર ઝીલી લીધો.
“સાહેબ, તમે મને બુદ્દો કહ્યો છે.”
“તમે મને જાડિયે કહ્યો.” “તમે છે જ, વળી.”
ભયંકર ચુપકીદી પછી મિ. ટ૫મને હુંકાર કર્યો, “તમારી જાત પ્રત્યે મારી અનેરી ભક્તિ છે, એ ખરું; છતાં તમે કરેલા અપમાનનો મારે તાત્કાલિક બદલે લેવો પડશે.”
આવી જાઓ, સાહેબ !” મિ. પિકવિક વળતો હુંકાર કર્યો.
હવે કવિ-આત્મા ડગ્રાસથી રહેવાયું નહિ. તે બંનેની વચ્ચે કૂદી પડ્યા અને પ્રથમ મિ. પિકવિક સામું જોઈને બોલ્યા, “મિત્ર પિકવિક, આ શું? આખી દુનિયાની આંખો તમારી ઉપર છે! અને મિ. ટ૫મન, આપણે બધાની આબરૂ એ મહાપુરુષની આબરૂથી ઊભી થયેલી છે, એ ભૂલી જાઓ છો ? શરમ છે, સગૃહસ્થ, શરમ !”
તરત જ મિ. પિકવિકની તંગ થયેલી ભમરે હવે સીધી થઈ, અને તેમના ચહેરા ઉપરને પહેલાંને ઉદાર મૈત્રીભાવ પાછો પ્રગટ