________________
૧૩૮
પિકવિક કલબ એ બહુ ઉમદા નિશ્ચય છે, સાહેબ.”
હું જરૂર મિસિસ લિયો હંટરને માપના મુખમાંથી નીકળેલા આ શબ્દો જણાવીશ. તેમને આવી જ્ઞાનવિભૂતિઓને મુખેથી નીકળેલા શબ્દો સંઘરવાને પણ શેખ છે. મેં સાંભળ્યું છે કે, આપની મંડળીમાં કોઈ સુંદર કાવ્ય લખનાર વિભૂતિ પણ છે.”
મારા મિત્ર મિ. સ્નોડગ્રાસને કાવ્યને શેખ છે.”
મિસિસ લિયે હંટરને પણ કાવ્યનો બહુ શેખ છે, સાહેબ, તે તે નર્યા કવિતામય જ છે. તેમના આત્માને ચાવી જ કાવ્યની આપવામાં આવેલી છે. તેમણે કેટકેટલાં કાવ્યો લખેલાં છે, સાહેબ. તેમનું “મૃતપ્રાય દેડકાને અંજલિ” નામનું ખંડ-કાવ્ય આપે અવશ્ય સાંભળ્યું હશે.”
મેં સાંભળ્યું હોય એમ મને લાગતું નથી,” મિ. પિકવિકે જવાબ આપ્યો.
મને આપનો જવાબ સાંભળી ઘણે આઘાત થાય છે, સાહેબ. એ કાળે તો સનસનાટી મચાવી દીધી છે. પણ આવતી કાલે મિજબાની વખતે તેમને સ્વમુખે જ એ મહા-કાવ્ય આપને સાંભળવા મળશે. તે વખતે તેમણે અનુરૂપ વેશભૂષા પણ ધારણ કર્યા હશે.”
“વેશભૂષા ?”
“મિન દેવીનાં જ વેશભૂષા, સાહેબ, પણ કહેવાનું ભૂલી ગયો કે, આવતી કાલની મિજબાની ફેન્સી ડ્રેસ સાથેની મિજબાની છે.”
તો તો હું એમાં ભાગ્યે હાજર રહી શકું,” મિ. પિકવિકે પિતાની આકૃતિ સામે નજર કરીને કહ્યું.
અરે, હાઈસ્ટ્રીટમાં દુકાનવાળો યહૂદી સેલેમન લ્યુકોસ હજારે ફેન્સી–સ રાખે છે. પ્લેટો, ઝેન, એપિક્યરસ, પાયથેગોરસ – એમ
અનેક જણના ડ્રેસ આપને ત્યાં મળશે, જેમણે આપની પેઠે જ વિખ્યાત કલબ સ્થાપી હોય.”