________________
૧૩૬
પિકવિક ક્લબ
જણાવ્યું. સ્વસ્કીએ કશે। જવાબ ન આપ્યા એટલે મિ॰ ફિઝકિને તેમના માથા પર મુક્કો ઉગામ્યા. એટલે સ્લમ્સ્કીએ તેને યુદ્ધનું આહ્વાન આપ્યું; પછી તેા લડાઈ બંને પક્ષનાં ટાળાંએ ઉપાડી લીધી. એટલે મેયરે જાહેરાત કરી કે, તત્કાલ શાંતિ સ્થાપિત નહિ થાય, તે તે મિ॰ ફ્રિઝકિન અને ઑન॰ સ્લમ્સીના સારી ચાલચલગતના જામીન માગવાની કારવાઈ તરત જ આદરશે. એટલે પછી બંને પક્ષના આગેવાન વચ્ચે કૂદી પડયા, અને બંને પક્ષનાં ટાળાંને જુદાં પાડવા લાગ્યા. તરત જ મિ॰ ફ્રિઝકિન અને સ્વસ્કીએ મંચ ઉપર હાથ મિલાવ્યા, અને લેકેાનાં ટાળાંએ હર્ષનાદ કર્યાં.
પછી બંને ઉમેદવારેએ પેાતપાતાનું ભાષણ યથાક્રમે આપ્યું. દરેક જણે એકબીજા પ્રત્યે અને એકબીજાના ટેકેદારા પ્રત્યે સમજદારી, નિઃસ્વાર્થતા, સેવાવૃત્તિ, સ્વદેશનિષ્ઠા વગેરેને અભાવ હાવાનાં આડકતરાં સૂચના કર્યાં, તથા પેાતાને ચૂંટવામાં આવશે તે લેાકેા જે માગશે તે કરી આપવાના બુલંદ અવાજે પેાતાને દૃઢ નિશ્રય જાહેર કર્યાં, અને સાથે સાથે એકબીજાની એ બધું કરી આપવાની દાનત વિષે શંકા પ્રગટ કરી.
C
પછી હાથ ઊંચા કરાવવામાં આવ્યા, અને મેયરે ગણતરી કરીને ન॰ સૅમ્યુએલ સ્લમ્મીને ચૂંટાયેલા જાહેર કર્યાં. મિ॰ ક્રિકિને એ સામે પેાલ ’ માગ્યા. છેવટે એમ કરવામાં આવ્યું. પછી મેયરે આ મતગણતરીનું કામ બહુ સારી રીતે પાર પાડયું તે બદલ આભારદર્શક પ્રવચને થયાં. અને પછી તરત વિજયી નીવડેલા પક્ષનું સરધસ આનંદના પેાકારા સાથે શરૂ થયું.