________________
૧૪
પિકવિક કલબ તે બાળકોનાં માથા ઉપર હાથ ફેરવી આપે તેમની ખબર પૂછવાની છે; એ બાળકોની બાબત ખાસ લક્ષમાં રાખજે, સાહેબ, કારણ કે એની અસર બહુ જ સારી થાય છે.”
“અને સાહેબ, અને સાહેબ – સાહેબ,” મિ. ૫ર્કર ખચકાતાં ખચકાતાં બોલ્યા, “અને સાહેબ. આપ જે તે બાળકોમાંના એકને – તેમાંના ઘણાને ચુંબન કરી શકો, તો તો ભયો ભયો થઈ જાય.”
પણ મારે બદલે મને ટેકો આપનારો એ કામ કરી લે, તો કશો વાંધો ખરો ? એ છોકરાંનાં ધાવતાં ગંધાતાં માં અને સડેલાં બગડેલાં માથા -મને તો ચીતરી ચડે !”
સાહેબ, મારી વિનંતી છે – મારા ઉપર કૃપા કરીને એટલું કરશો તો આપણે વિજ્ય નિશ્ચિત થઈ જશે.”
અને થયું પણ એમ જ. સરઘસ આગળ ચાલ્યું અને પેલા જોયેલાઓ સાથે એના સ્કીએ હાથ મિલાવ્યા કે તરત મિ. પર્લરે બૂમ પાડી, “ઓહ, માનનીય સાહેબે પ્રજાજનો સાથ ઢાથ મિલાવ્યા !” અને તરત લોકોના ટોળાએ હર્ષને ચિત્કાર કર્યો.
તરત જ બટકા પરે બીજી બૂમ પાડી, “ઓહ, તેમણે બાળકોને માથે હાથ ફેરવ્યો !” અને લોકોના ટોળાએ આ વખતે ગગનભેદી હર્ષનાદ કર્યો.
અરે, તેમણે એક બાળકને સુંવર કર્યું.” તરત જ તેથી પણ વધુ મોટો હર્ષનાદ !
“અરે તેમણે તો બીજા બાળકને ચુંબન કર્યું.” ઉશ્કેરાઈ ગયેલા પકરે વધુ મેટેથી બૂમ પાડી. ત્રીજો હર્ષનાદ !
અરે, એ તો બધાં જ બાળકોને ચુંબન કરે છે !” કાન ફાડી નાખે તે લોકોનો હર્ષનાદ.
પછી તો જે ધક્કામુકકી ચાલી, તેમાં કોણ ક્યાં રહ્યું, તેનું જ ઠેકાણું ન રહ્યું. પણ એ ધક્કામુક્કીમાં જ પિકવિક અને ટ૫મન પ્લેટ