________________
, ચૂંટણી
૧૩૩ રસ્તો ખરાબ છે, એ જાણો છો ને?” “તદ્દન ઠેકેદાર છે, મારા બાપુએ કહ્યું. “બસ ત્યારે ત્યાં ઘોડાગાડી ઊથલી પડે અને બેઠેલા કેનાલમાં પડે તેની શી નવાઈ? તમને ઘોડા હાંકતાં તો બરાબર આવડે છે, એટલે ગાડી ઊથલે ત્યારે તમારી જાતને સાચવી લેજો – એ વતીના આ વીસ પાઉંડ છે, સમજ્યા ?” “બરાબર સમજ્યો', મારા બાપુએ કહ્યું. અને ખરેખર, પછી બીજે દિવસે ત્યાં આગળ જ મારા બાપુની ગાડી ઊથલી પડી, અને મારા બાપુ સિવાયના બધા જ એ કેનાલમાં પડ્યા, હજુ મને નવાઈ થાય છે, સાહેબ, કે એવું શી રીતે બન્યું હશે ?”
ઠીક, ઠીક, તો મારી હેટ સાફ કરી આપ, સેમ, મિવિકલ મને નાસ્તા માટે બૂમો પાડે છે.”
એટલું કહી, મિ. પિકવિક નાસ્તા માટે ચાલી ગયા.
નાસ્તો પૂરો કરી, મિ. પેટ અને મિ. પિકવિક “ટાઉન-આર્મ્સ” તરફ ચાલ્યા ગયા. મિ. વિંકલ મિસિસ પટને એક મકાનના છાપરા ઉપર લઈ જાય, જ્યાંથી તે ચૂંટણી જંગ નિહાળે, એમ નકકી થયું હતું.
ટાઉન-આર્મ્સ આગળ મિ. સ્કીની કમિટીને એક માણસ બારીમાં ઊભો ઊભો છએક નાના છોકરાઓને અને એક નાની છોકરીને ઉદ્દેશીને ભાષણ આપી રહ્યો હતો. જોકે, તેમને સંબોધન તો તે “એટન્સવિલના સદગૃહસ્થ અને સન્નારીઓ' કહીને જ કરતો હતો.
સરઘસની તૈયારીઓ થઈ રહી હતી : ભૂરા ધ્વજો, ભૂરા રંગના કાપલા બાંધેલા સ્વયંસેવકે, બેન્ડવાળાઓનાં ભૂરાં છેગાં અને ફૂમતાં, એમ બધું જ ત્યાં “ધૂ” – ભૂરું ભૂરું થઈ રહ્યું હતું.
નવ સેમ્યુએલ સ્લસ્કીએ મિપર્કરને પૂછયું, “બધી તૈયારીઓ થઈ ગઈ છે ને ?”
“કશું બાકી નથી, સાહેબ, શેરીના મેં આગળ વીસ જણને નવરાવી - ધવરાવી તૈયાર રાખ્યા છે, તેમની સાથે આપે હાથ મિલાવવાના છે; છ બાળકોને હાથમાં પકડીને તેમની માતાઓ ઊભી હશે,