________________
૧૨
પુરાતત્વ સંશોધન સારી પેઠે ભજન કરી લીધું અને પછી રસ્તાની માહિતી મેળવી તેઓ કોબહામ તરફ જવા પગપાળા ઊપડયા.
અર્ધએક કલાક બાદ તેઓ તે ગામે પહોંચ્યા અને પૂછપરછથી “લેધર બેટલ’ વીશીએ પહોંચી, તેની માલિકણને, તેની વીશીમાં મિત્ર ટપમન નામના સદ્ગહસ્થ ઊતર્યા છે કે નહિ એ માહિતી પૂછવા લાગ્યા.
વીશીની માલિકણે એક નેકરને મિટપમનની ઓરડી બતાવવા મોકલ્યો. બારણું ઉઘાડીને તેઓએ જોયું તો મિત્ર ટપમન મજાથી ભજન કરતા હતા. ટેબલ ઉપર પીરસેલી એ બધી સામગ્રી જોતાં, તે આ દુનિયાની કાયમની વિદાય લેવા ઈચ્છનાર માણસ માટેની હોય, એમ લાગતું નહોતું.
મિત્રોને જોઈ મિત્ર ટપમનનું માં પડી ગયું.
મિ. પિકવિકે તેમને ભેજન પૂરું કરી લઈ પોતાની સાથે એકાંતમાં વાતચીત કરવા આવવા વિનંતી કરી.
મિ. ટપમન ભોજન પૂરું કરી રહ્યા એટલે પાસેના ચર્ચના મેદાનમાં છે અને મિપિકવિક આંટા મારતા વાતચીત કરવા લાગ્યા.
મિ. પિકવિકે મિ. ટપમનના આત્મહત્યા કરવાના દઢ નિશ્ચયને બદલવા પિતાના અંતરની તમામ તાકાતથી પ્રયત્ન શરૂ કર્યો. એ મહાન પુરુષના શબ્દોમાં રહેલી આંતરિક તાકાતથી, કે મિ. ટપમન આવા એકાંતવાસથી થાક્યા હતા તેથી –ગમે તેમ–પણ તે તરત માની ગયા. તેમણે જણાવ્યું –
“જીવનમાંથી મારે રસ તો તદ્દન ખલાસ થઈ ગયો છે, એટલે હવે જીવવું કે મરવું મારે એકસરખાં થઈ ગયાં છે. તેથી તમારી સાથે આગળના પ્રવાસમાં જોડાવામાં મને વાંધો નથી.”
મિ. ટ૫મને આત્મહત્યા કરવાનો પોતાનો દઢ નિશ્ચય બદલી નાખી, પોતાના સાથે આવવાનું કબૂલ કરી પોતાને જે બહુમાન આપ્યું, તે બદલ મિત્ર પિકવિકે તેમનો હાર્દિક આભાર માન્યો. તે ભલા