________________
૧૧૫
ખાડે છેદે તે પડે!
૧૧૫ પિકવિકે પોતાનું તૈલચિત્ર ચિતરાવી, કલબના દીવાનખાનામાં લટકાવવા માટે ભેટ આપ્યું.
મિ. બ્લેટનને કલબમાંથી છેકી નાખવામાં આવ્યા, પણ તે ચૂપ બેસી રહ્યા નહિ. તેમણે પેલી સત્તરેય સોસાયટીઓને પોતાનો એ શિલાલેખ બાબતનો “સાચે” અભિપ્રાય (ધૂળ પડે, બ્લેટનના નામ ઉપર ! ) લખી જણાવ્યો તથા ઉપરથી એ સોસાયટીઓને જ વિષે પિતાનો સ્પષ્ટ અભિપ્રાય પણ સાથે સાથે લખી જણાવ્યું કે, તે બધી “હંબગ” છે. એના જવાબમાં એ વિદ્વાન મંડળીઓએ એ શિલાલેખની અગત્યતા વિષે બીજાં અનેક ચોપાનિયાં છપાવ્યાં: પરદેશની મંડળીઓએ ઈગ્લેંડની મંડળીઓને પુછીલું; ઈંગ્લેંડની મંડળીએાએ પરદેશની મંડળીએનાં ચોપાનિયાંને અનુવાદ પ્રસિદ્ધ કર્યો, તથા પરદેશની મંડળીઓએ ઈંગ્લેંડની મંડળીઓનો અનુવાદ પ્રસિદ્ધ કર્યો. અને આમ પિકવિક કોન્ટ્રોવર્સી' નામની વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક ચર્ચા શરૂ થઈ
પરંતુ મિ. પિકવિકના નામને બટ્ટો લગાડવાના પ્રયત્નને ઉચિત અંજામ જ આવ્યો. સત્તરેય વિદ્વાન મંડળીઓએ મિ. બ્લેટનને અણઘડ, અને અસંસ્કારી જાહેર ક્ય તથા પોતાનો અધિકાર ન હોય તેવી બાબતમાં માથું મારી, વિદ્વાન મંડળીઓના કામની કિંમત ઘટાડવાનો હીન પ્રયન કરનાર સંસ્કાર-શત્રુ જાહેર કર્યો. અને એ મંડળીઓ એટલેથી જ અટકી નહિ, પણ એ શિલાલેખ અંગે બીજા પણ અભ્યાસપૂર્ણ કેટલાંય ચોપાનિયાં તેમણે પ્રસિદ્ધ કર્યા.
આમ, એ પથ્થરો મિત્ર પિકવિકની ભૂસી ન શકાય તેવી યાદગીરીરૂપે આજે પણ મોજૂદ છે.