________________
૧૬
ચૂંટણી – જંગ
અમે પ્રથમથી જ એ કબૂલ કરી દેવા માગીએ છીએ કે, પિકવિક કલબના અહેવાલમાં અમે હાથ નાખે કે માથું માર્યું ત્યાં લગી એટન્સવિલનું નામ અમે કદી સાંભળ્યું નહોતું. તેથી એમ માની લેવાની જરૂર નથી કે, અમે નકશામાં કે પૃથ્વી ઉપર ઇંગ્લેંડ દેશમાં તેને શેાધવા પ્રયત્ન નથી કર્યો. પરંતુ અમને લાગે છે કે, ભલા મિત્ર પિકવિકે કાઈને ખોટું લાગવાનું કારણ ન મળે તે અર્થે, પોતે જોયેલ ચૂંટણી જંગનો અહેવાલ આપતી વખતે, સ્થળનું નામ જાણી જોઈને બદલી નાખ્યું છે. અમારી એ કલ્પનામાં અમને મિ. પિકવિકની નોંધપિથીમાં જ્યાં એ ચૂંટણી જંગ જેવા ઊપડવાને ઉલ્લેખ છે, ત્યાં તેમણે નેવિચ જતો કાચ પકડ્યો હતો, એ વાક્ય ઉપર પણ છે કે માર્યો છે, એ વાતને ટેકે છે. અર્થાત, એટન્સવિલ કઈ દિશામાં આવ્યું એ પણ તેઓશ્રી છુપાવવા માગતા હતા.
એટલે અમે એટન્સવિલ નામની વધુ પંચાત કર્યા વિના, ચૂંટણીજંગ અંગેની ત્યાંની પરિસ્થિતિથી જ વાચકને વાકેફ કરી લઈએ.
એ શહેરમાં બે મોટા પક્ષો હતાઃ “બ્લ્યુ, ” અને “બફ.” હવે ધૂ પક્ષવાળા બફ પક્ષવાળાઓને વિરોધ કરવાની ઍક તક જવા દેતા નહિ; અને બફ પક્ષવાળા યૂ પક્ષવાળાઓનો વિરોધ કરવાની તક જવા દેતા નહિ. એનું પરિણામ એ આવતું કે, પક્ષવાળા અને બફ પક્ષવાળા ગમે ત્યાં ભેગા થાય – જાહેર સભામાં, ટાઉનહોલમાં, મેળામાં યા બજારમાં,– કે તરત તકરાર અને બોલાબેલી
• ૧૨૩