________________
૧૨૪
પિકવિક ક્લબ શરૂ થાય જ. એટલું તો શું, એટન્સવિલની કઈ પણ બાબત હેયભલે માર્કેટના છાપરામાં એક અજવાળિયું વધારવા જેવો સવાલ હેય તો પણ, બફપક્ષવાળા તે પ્રસ્તાવ રજૂ કરે કે તરત બધૂ પક્ષવાળા જાહેર સભાઓ ભરીને એ વાતને સબળ વિરોધ કરે જ; અને
ધૂ પક્ષવાળા હાઈ-સ્ટ્રીટમાં વધારાનો પંપ મૂકવાને પ્રસ્તાવ લાવે, તો બફ પક્ષવાળા એ અસાધારણ અઘટિતતા સામે આશ્ચર્ય બતાવવા સ્તબ્ધ બનીને ઊભા રહે. અરે એ શહેરમાં દુકાને પણ “ધૂ” અને “બફ” દુકાને તરીકે વહેંચાયેલી હતી. દેવળમાં પણ યૂ વિભાગ અને બફ વિભાગ પાડી દેવામાં આવ્યા હતા.
આવા બે સબળ પક્ષનાં પોતપોતાનાં જુદાં વાજિંત્ર અર્થાત છાપાં ન હોય એમ પણ ન બને. ન્યૂ સિદ્ધાંત રજૂ કરતું એટન્સવિલ ગેઝેટ” હતું અને બફ સિદ્ધાંતનું સમર્થન કરતું “એટન્સવિલ ઈડિપેન્ડન્ટ” હતું. એ છાપાં પિતાની ચર્ચા જોરદાર શબ્દમાં જ ચલાવતાં. જેમકે, “અમારું તુચ્છ સમકાલીન પત્ર, ગેઝેટ' ” “પેલું લાંછિત અને કાયર છાપું “ઇડિપેન્ડન્ટ'”—“પેલું જૂઠું અને બીભત્સ ચેપાનિયું “ઇડિપેન્ડન્ટ'”“પેલું દુષ્ટ અને નિંદાર છાપું “ગેઝેટ” ઈ.
ચૂંટણી જંગ જે બે ઉમેદવારે વચ્ચે હતો તે આ પ્રમાણે હતા? ધૂ ઉમેદવાર ન૦ સેમ્યુએલ સ્લી, “સ્વસ્કી હેલ '; અને બફ ઉમેદવાર હોરેશિયો ફિઝકિન એસ્કવા, “ફિઝકિન લેજ.” “ગેઝેટે” પિતાના વાચકોને ચેતવી દીધા હતા કે આખા ઇંગ્લેન્ડ દેશની જ નહિ પણ સમગ્ર સુધરેલી દુનિયાની આંખો એટન્સવિલના મતદારો ઉપર મંડાઈ રહી હતી; અને “ઈડિપેન્ડન્ટ” પત્ર એટન્સવિલના મતદારોને સીધો સવાલ પૂછવા માગતું હતું કે, તેઓ ખરેખર જેવા મનાય છે તેવા સમજદાર લોકે છે, કે અંગ્રેજોના નામને તથા આઝાદીના આશીર્વાદને દૂષિત કરનાર હલકટ ગુલામ છે?—એ વાતની કસોટી થવાની ઘડી આવી રહી હતી.