________________
૧૨૯
ચૂંટણી - જંગ મિ. પટ તરત જ તેમને છાજે તેવા સ્વદેશાભિમાન સાથે બેલી ઊઠ્યા, “પીકોક-વીશીમાં બે પથારીઓ ખાલી છે; અને મિત્ર પિકવિક તથા બીજા તેમને કઈ પણ એક મિત્રને મારે ત્યાં આવકારતાં મિસિસ પોટ જરૂર રાજી થશે.”
મિ. પિકવિકે તરત જ પોતાને કારણે મિસિસ પેટને અગવડમાં મૂકવાની હરગિજ ના પાડી; છતાં છેવટે એ સગવડને લાભ ઉઠાવ્યા વિના છૂટકો જ ન જોતાં, મિ. પિકવિક અને મિત્ર વિંકલ મિપિોટને ત્યાં ગયા અને મિટ૫મન અને મિ. સ્નગ્રાસ “પીક” તરફ ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે ચારે મિત્રોએ અહીં “ટાઉન-આર્સ”. માં ઓફિસે એકઠા થવું, એવું નકકી કરવામાં આવ્યું.
મિપેટનું કુટુંબ તે પોતે અને તેમનાં મહેરદારનું બનેલું હતું. જે માણસોની મહાપ્રસાએ તેમને બીજાં સામાન્ય જનોથી ઊંચે લાવી મૂક્યા હોય છે, તેમનામાં કંઈક એવી નિર્બળતા કે અપૂર્ણતા દેખાતી હોય છે, જે તેઓની મહાનતાને હિસાબે જ નજરે ચડી આવે છે; બાકી તે ખાસ કંઈ નોંધપાત્ર હોતી નથી. મિ. પટમાં પણ જે કેાઈ નિર્બળતા હોય તો તે એ હતી કે, તે પોતાનાં પત્નીના તુચ્છકારભર્યા કાબૂ હેઠળ વધારે પડતી વિનમ્રતાથી આવી ગયા હતા.
મિ. પટે જ્યારે મિ. પિકવિકને અને મિત્ર વિંકલને મિસિસ પિટ સમક્ષ રજૂ કર્યા, ત્યારે મિ. પિકવિક માફી માગતાં કહ્યું કે, “અમે લોકોએ બહુ ટૂંકી નોટિસથી તમારી કૌટુંબિક વ્યવસ્થામાં ડખલ કરી છે.”
ને, ના, ઊલટું મને જ્યારે નવા માણસોને મળવાનું આવે છે અને નવા ચહેરા જોવાનું મળે છે, ત્યારે બહુ આનંદ થાય છે; બાકી આ નીરસ ઘરમાં દિવસો અને અઠવાડિયાં-પખવાડિયાં સુધી કોઈને મળવાનું હતું જ નથી.”
“ોર્ડને મળવાનું બનતું નથી, વહાલી ?” પિ–૯